આગાહી@દેશ: હવામાન વિભાગે આજે 3 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું, જાણો વધુ

3 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું
 
વરસાદ આગાહી 4

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગે આજે 3 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. યુપી, બિહાર, આસામ, મેઘાલય અને ગોવામાં ઓરેન્જ એલર્ટ છે. આ રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક અને તેલંગાણામાં યલો એલર્ટ છે.

આ રાજ્યોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે.