આગાહી@દેશ: આ વખતે ચોમાસાની સ્પિડને લઈ હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી
અટલ સમાચાર, ડેસ્ક
ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ તરફથી 2023માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઋતુ વર્ષા માટે દીર્ધાવધિ પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. વિગતો મુજબ આ રિપોર્ટ અનુસાર આ વખતે ચોમાસાની સ્પિડ સામાન્ય રહેશે. સમગ્ર દેશભરમાં લગભગ 96 ટકા વરસાદ આ વખતે થશે. આ વર્ષે અલ નીનો હોવાની પણ પુરેપુરી સંભાવના છે.
વરસાદની રેન્જ જોઈએ તો લોંગ પીરિયડ એવરેજ જો 90 ટકા છે તો તે ખૂબ જ ઓછું માનવામાં આવે છે. જો 90થી 95 ટકાની વચ્ચે રેન્જ છે, તો સામાન્યથી નીચે માનવામાં આવે છે અને જો 96 થી લઈને 104ની વચ્ચે છે, તો તે સામાન્ય ચોમાસું કહેવાય છે. જ્યારે 105થી લઈને 110ની વચ્ચે જો આ રેન્જ છે, તો સામાન્યથી વધારે ચોમાસાની સ્પિડ કહેવાય છે.
સૂત્રો મુજબ આ વર્ષે ચોમાસા દરમ્યાન અલ નીનોની સ્થિતી પણ વિકસીત રહેવાની સંભાવના એક રિપોર્ટમાં જણાવી છે. રિપોર્ટ અનુસાર ચોમાસુ સામાન્ય રહેશે, ત્યારે આવા સમયે ખેડૂતો ચિંતા રહેવાની શક્યતા નથી. ચોમાસૂ સામાન્ય રહેવાની સ્થિતીમાં લોકોને ગરમીથી રાહત મળશે. તેમણે કહ્યું કે, દેશભરમાં ચોમાસું સામાન્ય રહેવાના કારણે ઉત્તર પ્રદેશ સહિત રાજધાની લખનઉમાં પણ સારો વરસાદ રહેવાની સંભાવના છે.
મહત્વનું છે કે, અલ નીનો અને લા નીના શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સમુદ્રી પરતના તાપમાનના સમય સમય પર થતાં બદલાવ સાથે છે. જેની દુનિયાભરના હવામાન પર અસર પડે છે. અલ નીનોના કારણે તાપમાન ગરમ હોય છે અને લા નીનાના કારણે ઠંડા. બંને આમ તો 9-12 મહિના સુધી રહે છે, પણ અસાધારણ કિસ્સામાં કેટલાય વર્ષો સુધી રહે છે.