રિપોર્ટ@દેશ: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે 5 ભારત રત્ન સાથે આપ્યા આ 5 રાજકીય મેસેજ

 
Bharat Ratna

અટલ સમાચાર, ડેસ્ક

ભારત સરકારે એક પછી એક ભારત રત્ન આપીને અનેક મેસેજ આપ્યા છે. તેના રાજકીય અને સામાજિક અર્થો સમજાવવામાં આવી રહ્યા છે. આને ભાજપની રાજકીય વ્યૂહરચના તેમજ સોશિયલ એન્જિનિયરિંગનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. તાજેતરમાં આપવામાં આવેલા 5 ભારત રત્નથી 5 મેસેજ આપવામાં આવ્યા છે.

કોંગ્રેસના વારસા પર એક પછી એક પ્રહાર:-

પી.વી.નરસિમ્હા રાવને ભારત રત્ન આપીને નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે કોંગ્રેસના વારસાને એક પછી એક પોતાના પક્ષમાં કરવાની કવાયત કરી ચે. પીએમ મોદી અવાર નવાર કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર નરસિમ્હા રાવની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. નરસિમ્હા રાવ અને સોનિયા ગાંધી વચ્ચે સારા સંબંધો નહતા. જે રીતે પીએમ મોદીએ 2014માં સત્તામાં આવ્યા બાદ સરદાર પટેલ બાદ એક પછી એક વારસાને પોતાના પક્ષમાં કર્યા છે. નરસિમ્હા રાવને ભારત રત્ન આપવો આ મુહિમનો એક મોટો ભાગ છે. મોદી સરકારે જ કોંગ્રેસના એક પૂર્વ નેતા અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ભારત રત્ન આપ્યો હતો. બાદના વર્ષોમાં પ્રણવ મુખરજી અને નરેન્દ્ર મોદી વચ્ચે સંબંધો સુધર્યા હતા.

ખેડૂતોના મુદ્દા પર આપ્યો મોટો મેસેજ:-

મોદી સરકારે એમ.એમ. સ્વામીનાથન અને ચૌધરી ચરણ સિંહને એવા સમયમાં ભારત રત્ન આપ્યો છે જ્યારે એક વખત ફરી ખેડૂતોનો મુદ્દો ગરમાયો છે. ખેડૂતો ફરી એક વખત લોકસભા ચૂંટણી પહેલા ખેડૂત આંદોલનના મૂડમાં છે પરંતુ ખેડૂતોને અત્યાર સુધીના સૌથી મોટા વૈજ્ઞાનિક અને બીજી તરફ ખેડૂતોના સૌથી મોટા નેતાને ભારત રત્ન આપીને મોદી સરકારે મોટો મેસેજ આપ્યો છે. 2020માં જ્યારે દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન થયું ત્યારે સરકાર બેકફુટ પર આવી ગઇ હતી ત્યારે કહેવામાં આવ્યું કે સરકારે સમય રહેતા પગલા ભર્યા નહતા અને ના તો ચર્ચા કરી હતી. ભાજપે તેનું નુકસાન પણ ઉઠાવવું પડ્યું હતું પરંતુ આ વખતે ભાજપ અને કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે જોડાયેલા બે મોટા નામને ભારત રત્ન આપીને મેસેજ આપવામાં સફળતા મેળવી છે.

દક્ષિણ વિસ્તાર પર પુરો ફોકસ:-

છેલ્લા કેટલાક વર્ષમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે દક્ષિણ વિસ્તાર પર પોતાનું પુરૂ ફોકસ રાખ્યુ છે. શુક્રવારે જે ત્રણ ભારત રત્ન આપવાની જાહેરાત થઇ તેમાં બે દક્ષિણ ભારતના જ હતા- નરસિમ્હા રાવ અને સ્વામીનાથન. પદ્મ સમ્માનમાં પણ દક્ષિણના જાણીતા લોકોને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ દક્ષિણના કેટલાક મંદિરની મુલાકાત લીધી હતી, તેમણે કાશી-તમિલ સમાગમ જેવી પહેલ કરી હતી. ભાજપને ખબર છે કે જો પાર્ટીએ 2019ના મુકાબલે પોતાની સંખ્યામાં વધારો કરવો છે તો તેને દક્ષિણના રાજ્યમાં પોતાનો વિસ્તાર કરવો પડશે. સાથે જ કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યમાં પોતાના પ્રદર્શનને યથાવત રાખવું પડશે જ્યાં ભાજપે 2019માં સારૂ પ્રદર્શન કર્યું હતું. દક્ષિણમાંથી ભારત રત્નનું સમ્માન આપીને ભાજપે તે આરોપોને પણ ફગાવવાનો પ્રયાસ કર્યો કે દક્ષિણની ઉપેક્ષા કેન્દ્ર સરકાર કરે છે.

હિન્દુત્વના નાયકોને પણ આપ્યું સમ્માન:-

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપીને નરેન્દ્ર મોદીએ મેસેજ આપ્યો કે તે દેશમાં વારસા અને હિન્દુત્વના પ્રતીક રહેલા જનપ્રતિનિધિ અને વ્યક્તિઓને સમ્માન આપતા રહે છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવો એક ખાસ સંકેત અને મેસેજ બન્ને હતો. નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં પ્રતીકોની રાજનીતિને સારી રીતે અંજામ આપ્યો છે. તે તેના પર ખાસ કામ કરે છે જેનો પોતાનો રાજકીય મેસેજ રહ્યો છે. એવામાં અડવાણીને ભારત રત્ન આપવાના ટાઇમિંગને પણ મહત્ત્વનું માનવામાં આવ્યું.

સોશિયલ એન્જિનિયરિંગનું આપ્યું ઉદાહરણ:-

ભારત રત્નના બહાના હેઠળ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સોશિયલ એન્જિનિયરિંગનું ઉદાહરણ પણ રજૂ કર્યું. પહેલા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપીને બિહારના પછાત લોકો અને હવે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપીને જાટ સમુદાયને પોતાના રડારમાં રાખ્યો. રસપ્રદ વાત એ છે કે, બંને સમુદાયો વર્ષોથી પોતપોતાના હીરો માટે ભારત રત્નની માંગ કરી રહ્યા હતા. બન્ને સમાજ છેલ્લા કેટલાક દિવસથી ભાજપથી દૂર હતા. ભારત રત્ન આપીને નરેન્દ્ર મોદીએ ન માત્ર બંને સમુદાયોને એક મોટો સંદેશ આપ્યો હતો.