સત્ર@2024: મોદી સરકારનું અંતિમ સંસદનું સત્ર, આવતીકાલે રજૂ થશે વચગાળાનું બજેટ

 
Budget

અટલ સમાચાર, ડેસ્ક

સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સંસદનું બજેટ સત્ર આજે એટલે કે મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાની સાથે શરૂ થશે. વર્તમાન લોકસભાનું આ છેલ્લું સત્ર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. દરમિયાન ગત સત્રમાં સસ્પેન્ડ કરાયેલા 146 સાંસદોનું સસ્પેન્સન પરત ખેંચવામાં આવ્યું છે.

સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે અને 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ પહેલીવાર નવી સંસદને સંબોધશે. આજે રાષ્ટ્રપતિના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. નવી સંસદમાં સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું સંબોધન કર્યું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.15 કલાકે મીડિયા સાથે વાત કરી હતી. 17મી લોકસભાનું 15મું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને ચૂંટણી પહેલા આ સરકારનું આ છેલ્લું સંસદ સત્ર છે. આ સત્ર દરમિયાન, 1 ફેબ્રુઆરીએ, નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશને વચગાળાનું બજેટ રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત નાણાકીય બિલ સહિત ઘણા મહત્વપૂર્ણ બિલો ગૃહમાં રજૂ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે દરેક સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવાની પરંપરા છે. સર્વપક્ષીય બેઠકમાં, વિવિધ પક્ષોના નેતાઓ તેઓ જે મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા માંગે છે તે પ્રકાશિત કરે છે. સરકાર તેમને તેના એજન્ડાની ઝલક આપે છે અને તેમના સહકાર માટે પૂછે છે.