હવામાન@દેશ: ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના રાજ્યોમાં મોનસૂન એક્ટિવ રહેશે, જાણો શું છે આગાહી?

 
Rain

અટલ સમાચાર, ડેસ્ક

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. જ્યારે મોનસૂનની સ્થિતિની વાત કરીએ તો હવામાન વિભાગ (IMD) ના અહેવાલ અનુસાર ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી મોનસૂન એક્ટિવ રહેશે. તેના લીધે ભારતના આ ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. 

હવામાન વિભાગની માનીએ તો દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે એટલે કે 08 સપ્ટેમ્બરે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે આજે નવી દિલ્હીમાં વાદળોનો કબજો જોવા મળી શકે છે. જ્યારે 09 અને 10 સપ્ટેમ્બરની વાત કરીએ તો નવી દિલ્હીના વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. 

ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં વરસાદ વરસ્યો છે. ગત રોજ અમદાવાદ, ખેડા જિલ્લા લાંબા સમય બાદ ઠાસરા, ઉમરેઠ, મહુવા, મહેમદાવાદ, નડિયાદ જેવા તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાત્રે જન્માષ્ટમી કૃષ્ણ જન્મ દરમિયાન પણ મૂશળધાર વરસાદ શરૂ થયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી ફેલાઇ હતી. સતત વરસાદી માહોલથી ખેડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો.