રિપોર્ટ@અમેરિકા: 4.2 કરોડથી વધુ લોકોએ ચૂંટણી પહેલા મતદાન કર્યું, જાણો વધુ વિગતે
ચૂંટણીના 8 દિવસ પહેલાં આજે મતદાન કરશે બાઈડન:4 કરોડ લોકોએ મતદાન કર્યું; ટ્રમ્પની ન્યૂયોર્ક રેલીમાં સામેલ થયા અનેક સ્ટાર્સ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીનાં થોડાજ દિવસો બાકી રહ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઇડન આજે સોમવારે અમેરિકામાં મતદાન કરશે. બીબીસીના જણાવ્યા અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગયા અઠવાડિયે જ મેઈલ દ્વારા મતદાન કર્યું હતું. શનિવાર સુધીમાં 4.2 કરોડથી વધુ લોકો ચૂંટણી પહેલા જ મતદાન કરી ચૂક્યા છે.
NBC મુજબ અમેરિકામાં લગભગ 70% લોકો આ વર્ષે ચૂંટણી પહેલા મતદાન કરી શકે છે. ચૂંટણી પહેલા મતદાનની આ પ્રક્રિયાને એડવાન્સ પોલિંગ અથવા પ્રી-પોલ વોટિંગ કહેવામાં આવે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 6 નવેમ્બરે મતદાન થવાનું છે.
અમેરિકાની ચૂંટણીને હવે માત્ર 8 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ અને કમલા હેરિસ બંનેનું ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે. ટ્રમ્પે રવિવારે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં તેમની છેલ્લી રેલી યોજી હતી. ટ્રમ્પની પત્ની મેલાનિયાએ પણ તેમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ટ્રમ્પે પત્ની સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો.