વેપાર@મુંબઇ: સેન્સેક્સ 350 પોઈન્ટ વધીને 85,150 પર ટ્રેડિંગ અને નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સેન્સેક્સ 350 પોઈન્ટ વધીને 85,150 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 100 પોઈન્ટનો વધારો છે, તે 26,000 ના સ્તરે છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં તેજી છે. L&T, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં તેજી છે. ઝોમેટો, ઇન્ફોસિસ અને HCL ટેકમાં નજીવો ઘટાડો છે.
નિફ્ટીના 50માંથી 37 શેરોમાં તેજી છે. આજે NSE ના મેટલ, મીડિયા, રિયલ્ટી અને બેન્કિંગ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. IT માં નજીવો ઘટાડો છે.
એશિયન બજારોમાં જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 0.92% વધીને 50,610 પર અને કોરિયાનો કોસ્પી 0.88% વધીને 4,150 પર કારોબાર કરી રહ્યા છે. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 1.26% વધીને 25,851 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.021% પર કારોબાર કરી રહ્યા છે. 11 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 1.34% વધીને 48,704 પર અને S&P 500 0.21% વધીને 6,901 પર બંધ થયા. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટ 0.25% ઘટ્યો.
ICICI પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપનીનો IPO આજેથી ઓપન થઈ રહ્યો છે. રોકાણકારો તેમાં 16 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકશે. કંપની આ ઇશ્યૂ દ્વારા 10,600 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ સંપૂર્ણ ઇશ્યૂ ઓફર ફોર સેલ છે. જેમાં પ્રુડેન્શિયલ કોર્પોરેશન તેની 9.9% હિસ્સેદારી વેચી રહી છે.

