વેપાર@મુંબઇ: શેરબજારમાં ઘટાડો; સેન્સેક્સ 275 અંક ઘટીને 84,391 પર બંધ થયો અને નિફ્ટી 82 અંક ગગડ્યો
ઇન્ડિગોના શેરમાં 3.17% નો ઘટાડો રહ્યો. બેન્કિંગ અને IT શેર્સમાં આજે વધુ વેચવાલી જોવા મળી છે.
Dec 10, 2025, 17:12 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 275 અંક ઘટીને 84,391 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 82 અંકનો ઘટાડો રહ્યો, તે 25,758ના સ્તરે બંધ થયો.
સેન્સેક્સના 30 માંથી 19 શેરમાં તેજી અને 11 માં ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિગોના શેરમાં 3.17% નો ઘટાડો રહ્યો. જ્યારે બેન્કિંગ અને IT શેર્સમાં આજે વધુ વેચવાલી જોવા મળી છે.
એશિયન બજારોમાં જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 0.10% ઘટીને 50,602 પર અને કોરિયાનો કોસ્પી 0.21% વધીને 4,135 પર બંધ થયો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.42% વધીને 25,540 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.23% ઘટીને 3,900 ના સ્તર પર બંધ થયો.

