મર્ડર@દેશ: 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા યુવકની ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી

 શખ્સો સામે ગુનો દાખલ થયો છે.
 
મર્ડર@દેશ: 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા યુવકની ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૌટાલા પરિવારના નજીકના અને બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા ઈન્ડીયન નેશનલ લોકદળના હરિયાણા રાજય એકમના પ્રમુખ નફેસિંહ અને તેના સહયોગી કાર્યકર્તાઓ પર કારમાં આવેલા હુમલાખોરોએ ફાયરીંગ કરી હત્યા કરી નાખી હતી અને આ હત્યાકાંડમાં પણ બિશ્ર્નોઈ ગેંગનું નામ બહાર આવી રહ્યું છે. આ હત્યાકાંડમાં નફેસિંહ રાઠીની એસયુવી કારમાં બેઠેલા ત્રણ ખાનગી બંદુકધારી સુરક્ષા જવાનો પણ ઘાયલ થયા છે.

આ હુમલાનો બનાવ ગઈકાલે રવિવારની સાંજે સાંબોલ બહાદુરગઢ પાસે બરાહી રેલવે ફાટક પાસે બન્યો હતો. વધુમાં જાણવા મળતી વિગત મુજબ નફેસિંહ પોતાના સહયોગીઓ સાથે કારમાં સવાર થઈને બરાહી ગાંવ પાછા ફરી રહ્યા હતા, તેઓ એક સામાજીક સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, સાંખોલના રેલવે ફાટક પર અજ્ઞાત હુમલાખોરોએ 50થી વધુ ગોળીઓ નફેસિંહ પર વરસાવી હતી.

જેમાં નફસિંહ સહિત તેમના સહયોગીનું મોત થયું હતું અને ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યા હુમલાખોરો આઈ-20 કારમાં આવ્યા હતા, જેમની ઝડપથી ધરપકડ કરવામાં આવશે.

પ્રારંભીક તપાસમાં નફેસિંહની હત્યામાં કોન્ટ્રાકટ કિલીંગની આશંકા છે. હત્યામાં પ્રોફેશનલ કિલર ગેંગનો ઉપયોગ થયાની આશંકા છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ અને કાલા જાપેડી કાવતરામાં સામેલ હોવાની શંકા છે. સમગ્ર મામલાને મિલકત સાથે જોડીને પણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ નફેસિંહને છેલ્લા કેટલાક દિવસથી ધમકી મળી રહી હતી, જેને લઈને તેમણે હરિયાણા સરકાર પાસે સુરક્ષાની માંગ પણ કરી હતી. આ હત્યાની ઘટનામાં વધુમાં જાણવા મળતી વિગત મુજબ સાત શખ્સો સામે ગુનો દાખલ થયો છે.