મર્ડર@કાનપુર: પિતાએ ફ્લેટમાં દીકરીઓનું ગળું કાપીને હત્યા કરી, કયા કારણે આવું કર્યું ?

પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ફરી એકવાર મર્ડરની ઘટના સામે આવી છે. કાનપુરમાં એક ભયાનક ઘટના બની છે. રવિવારે વહેલી સવારે એક યુવકે પોતાની 11 વર્ષની જોડિયા દીકરીઓની હત્યા કરી દીધી. પિતાએ ફ્લેટમાં દીકરીઓનું ગળું કાપીને તેમને મારી નાખી. પછી તેણે પોતે જ પોલીસને જાણ કરી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.

ડીસીપી સાઉથ દીપેન્દ્ર નાથ ચૌધરીએ જણાવ્યું કે- નૌબસ્તા પોલીસ સ્ટેશનના કિદવઈ નગરમાં આવેલા ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતો શશિ રંજન મિશ્રા એમઆર છે. ઘરમાં પત્ની રેશ્મા ક્ષેત્રી અને ત્રણ બાળકો - 11 વર્ષની જોડિયા દીકરીઓ રિદ્ધિ, સિદ્ધિ અને 6 વર્ષનો દીકરો ગન્નુ રહેતા હતા. રવિવારે વહેલી સવારે 4.30 વાગ્યે 112 નંબર પર હત્યાની જાણકારી મળી.

પોલીસ જ્યારે ફ્લેટ પર પહોંચી ત્યારે બંને દીકરીઓના મૃતદેહ ફ્લોર પર બાજુ-બાજુમાં પડ્યા હતા. આખા રૂમમાં લોહી જ લોહી ફેલાયેલું હતું. ગળું કાપેલું હતું, અને પાસે ચાકુ પડ્યું હતું. આરોપી પિતા પણ મૃતદેહ પાસે બેઠો હતો. તેને ઘટનાસ્થળેથી પકડી લેવામાં આવ્યો છે. પિતાએ દીકરીઓની હત્યા શા માટે કરી? તેનું કારણ હજુ સામે આવ્યું નથી.