મર્ડર@મેરઠ: એક જ પરિવારના 5 લોકોની ગળુ કાપીને ઘાતકી હત્યા, સમગ્ર બનાવ જાણો

પતિ-પત્નીના મૃતદેહ ઘરની અંદર ચાદરમાં વીંટાળેલા મળી આવ્યા હતા. જ્યારે તેની 3 દીકરીઓને મારીને કોથળામાં ભરીને પછી બેડ બોક્સમાં સંતાડી દેવામાં આવી હતી.
 
મર્ડર@મેરઠ: એક જ પરિવારના 5 લોકોની ગળુ કાપીને ઘાતકી હત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના ગુનાઓ સામે આવતા હોય છે. ફરી એકવાર ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરવામાં આવી હતી. પતિ-પત્નીના મૃતદેહ ઘરની અંદર ચાદરમાં વીંટાળેલા મળી આવ્યા હતા. જ્યારે તેની 3 દીકરીઓને મારીને કોથળામાં ભરીને પછી બેડ બોક્સમાં સંતાડી દેવામાં આવી હતી. બધાના માથા પર ઊંડા ઘા છે. ગળા પર તીક્ષ્ણ હથિયારના નિશાન પણ મળી આવ્યા હતા.

ઘરનો દરવાજો બહારથી બંધ હતો. સવારથી સંબંધીઓ અને ભાઈઓ ફોન કરી રહ્યા હતા, પરંતુ કોલનો જવાબ આવતો ન હતો. પાડોશીઓએ પણ એક દિવસ સુધી પરિવારને જોયો ન હતો.

આ સમગ્ર મામલો મેરઠના લીસાડી ગેટ વિસ્તારના સોહેલ ગાર્ડનનો છે. મૃત્યુ પામેલાઓમાં પતિ મોઈન, પત્ની અસ્મા અને 3 પુત્રીઓ- અફસા (8), અઝીઝા (4) અને અદીબા (1)નો સમાવેશ થાય છે. મોઇન મિકેનિકનું કામ કરતો હતો. અસ્મા તેની ત્રીજી પત્ની હતી.

પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘરની તપાસ કરી હતી. એડીજી ડીકે ઠાકુર અને ડીઆઈજી કલાનિધિ નૈથાની પણ પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં મોઈનના ભાઈ પર હત્યાની આશંકા છે. પોલીસે તેની અટકાયત કરી છે. એક ઝોલાછાપ ડોક્ટર પણ રડાર પર છે.