મર્ડર@દેશ: 4 દિવસની આઝાદી, પછી કોર્ટ બહાર જ ખેલ ખતમ !

પહેલા ગોળી મારી, પછી લોહીલુહાણ હાલતમાં રસ્તો ઓળંગ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

*પુણે:* પુણેમાં કોર્ટ બહાર ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો છે. કોર્ટમાં તારીખ ભરવા આવેલા યુવક પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરી ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ મંદાર મારુતિ કિવલે છે. તે પોતે પણ હત્યાના એક ગુનામાં આરોપી હતો. ગત વર્ષે પુણેમાં જમીન અને પૈસાની લેતીદેતીના વિવાદમાં થયેલી હત્યાના કેસમાં તે જેલમાં બંધ હતો.

*4 દિવસ પહેલા જ છૂટ્યો હતો*

મંદાર હજુ 4 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો. બુધવારે તે કોર્ટની તારીખમાં હાજર થવા આવ્યો હતો. ત્યારે જ જૂની અદાવતમાં તેના પર હુમલો થયો હોવાની આશંકા છે.

*કેવી રીતે થયો હુમલો?*

કોર્ટ બહાર 3 થી 4 જેટલા શખ્સોએ તેને ઘેરી લીધો હતો. પહેલા તેના પર ગોળી ચલાવવામાં આવી, ત્યારબાદ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તે રસ્તો ઓળંગીને બચવા માટે દોડ્યો હતો, પરંતુ થોડે દૂર જઈને ઢળી પડ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

*પોલીસની કાર્યવાહી*

હુમલા બાદ આરોપીઓ બે અલગ-અલગ સ્કૂટર પર સવાર થઈને ફરાર થઈ ગયા હતા. પુણે સિટી પોલીસે આરોપીઓને પકડવા માટે 10 જેટલી ટીમો બનાવી છે. સમગ્ર વિસ્તારના CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ હુમલો જૂની અદાવતમાં થયો હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસ ચાલુ છે.