રિપોર્ટ@દેશ: 16 વર્ષના કપૂતે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન ના કરાવતાં માતા-પિતા અને મોટા ભાઈની ગળું કાપીને ક્રૂર હત્યા કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના ગુનાઓ સામે આવતા હોય છે. યુપીના ગાઝીપુરમાં 16 વર્ષના કપૂતે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન ના કરાવતાં માતા-પિતા અને મોટા ભાઈની ગળું કાપીને ક્રૂર હત્યા કરી નાખી છે. આરોપી નાનો પુત્ર તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માગતો હતો. પરિવારના સભ્યો આ લગ્ન માટે તૈયાર નહોતા, આથી તેણે એક પ્લાન બનાવીને તેનાં માતા-પિતા અને મોટા ભાઈને સૂતાં હતાં ત્યારે મારી નાખ્યાં.
પોલીસે હત્યામાં વપરાયેલી ખૂરપી પણ જપ્ત કરી લીધી. મામલો નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. એસપી ઓમવીર સિંહે કહ્યું- સોમવારે રાત્રે કુસમ્હીકલા ગામમાં એક પરિવારના 3 લોકોની હત્યા કરવામાં આવી હતી.
પરિવારમાં માત્ર 16 વર્ષનો પુત્ર જ બચ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે ઘટના સમયે તે ગામમાં એક લગ્નમાં ગયો હતો. રાત્રે જ્યારે હું પાછો આવ્યો ત્યારે ત્યાં બધાના મૃતદેહ લોહીથી લથપથ પડ્યા હતા, પરંતુ પોલીસની શંકાની સોઈ તેના પર ફરી રહી હતી. કડક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો.