Mann Ki Baat@દેશ: આપત્તિના સમયમાં દેશની સામૂહિક તાકાત જોવા મળી: PM મોદી

 
Pm Modi

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 103મા મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે લોકોની તાકાત વિશે વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ગુજરાત સહિત ઉત્તર ભાગ તથા દિલ્હીમાં આવેલી વરસાદી અને કુદરતી આફત અંગે વાત કરીને દેશમાં એકતાનું ઉદાહરણ જોવા મળ્યાની વાત કરી છે. આ સાથે તેમણે સ્થાનિક વહીવટી તંત્રો તથા NDRF સહિતના મદદ માટે મેદાનમાં આવેલા જવાનોની વાત કરી છે. વડાપ્રધાન મોદીએ જળ અને પર્યાવરણના સંચય અને તેમણે કરેલા અનુભવોનો ઉલ્લેખ પણ મન કી બાત કર્યો છે. વડાપ્રધાન ઉત્તરમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ અને તેના મહત્વ અંગે પણ મનની વાત કરી છે.

વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમની શરુઆતમાં જણાવ્યું કે, કુદરતી આફતઓ વચ્ચે આપણને ફરી એકવાર તમામ દેશવાસીઓના સામૂહિક પ્રયાસની શક્તિનું ઉદાહરણ રજૂ કર્યું છે. વડાપ્રધાન કહ્યું કે, થોડા દિવસ પહેલા કુદરતી આફતના કારણે ચિંતા અને પરેશાનીઓનો સામનો કર્યો છે. યમુના સહિત ઘણી નદીઓમાં પૂરના કારણે ઘણાં વિસ્તારોમાં લોકોએ તકલીફો વેઠવી છે. પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. આ દરમિયાન દેશના પશ્ચિમ ભાગમાં થોડા સમય પહેલા ગુજરાતના ઘણાં વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું પણ આવ્યું હતું. આ આપદા વચ્ચે તમામ દેશવાસીઓએ બતાવ્યું છે કે સામૂહિક પ્રયાસની તાકત શું હોય છે.

આપદા દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર, NDRFના જવાનો સહિતના લોકોએ દિવસ-રાત કરેલી મહેનતને મહત્વની ભૂમિકા ગણાવી છે. આ સિવાય તેમણે ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ માટે જરુરી હોય છે. આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન 60 હજારથી કરતા વધુ અમૃત સરોવરમાં પણ રોનક વધી ગઈ છે.

ગુજરાતમાં હાલ અધિક માસ ચાલે છે પરંતુ દેશના ઉત્તર ભાગમાં શ્રાવણના પવિત્ર માસની ઉજવણી કરાઈ રહી છે. આવામાં તેમણે દેશવાસીઓ સાથે આ પવિત્ર માસ અંગે વાત કરીને કહ્યું કે, આ સમયે 'શ્રાવણ'નો પવિત્ર માસ ચાલી રહ્યો છે. સદાશિવ મહાદેવની પૂજા સાથે 'શ્રાવણ'નો સંબંધ હરિયાળી અને ખુશીઓ સાથે જોડાયેલો હોય છે. તેથી, 'શ્રાવણ'નું આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી ઘણું મહત્વ છે. શ્રાવણ ઝૂલા, શ્રાવણ મહેંદી, શ્રાવણના તહેવારો - એટલે કે 'શ્રાવણ'નો અર્થ જ આનંદ અને ઉલ્લાસ થાય છે. આપણા આ તહેવારો અને પરંપરાઓ આપણને ગતિશીલ બનાવે છે. શ્રાવણમાં શિવની પૂજા કરવા માટે ઘણા ભક્તો કાવડ યાત્રા પર જાય છે. આ દિવસોમાં 'શ્રાવણ'ના કારણે ઘણા ભક્તો 12 જ્યોતિર્લિંગમાં પહોંચી રહ્યા છે. તમને એ પણ જાણવું ગમશે કે બનારસ પહોંચનારા લોકોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. હવે દર વર્ષે 10 કરોડથી વધુ પ્રવાસીઓ કાશી પહોંચી રહ્યા છે.

થોડા સમય પહેલા હું MPના શહડોલ ગયો હતો. ત્યાં હું પકરિયા ગામના આદિવાસી ભાઈ-બહેનોને મળ્યો હતો. ત્યાં મેં તેમની સાથે પ્રકૃતિ અને પાણી બચાવવા માટે ચર્ચા કરી હતી. ત્યારે મને જાણવા મળ્યું છે કે પકરિયા ગામના આદિવાસી ભાઈ-બહેનોએ આ અંગે કામ કરવાનું શરૂ કર્યું છે. અહીં વહીવટી તંત્રની મદદથી લોકોએ 100 જેટલા કૂવાઓને વોટર રિચાર્જ સિસ્ટમમાં રૂપાંતરિત કર્યા છે. થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં 30 કરોડ વૃક્ષો વાવવાનો રેકોર્ડ બન્યો છે. રાજ્ય સરકારે આ અભિયાન શરૂ કર્યું હતું, જે ત્યાંના લોકો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. આવા પ્રયાસો લોકભાગીદારી તેમજ જનજાગૃતિના ઉત્તમ ઉદાહરણ છે. હું ઈચ્છું છું કે આપણે બધા વૃક્ષો વાવવા અને પાણી બચાવવાના આ પ્રયાસોનો એક ભાગ બનીએ.

જમ્મુ અને કાશ્મીરમાં મ્યુઝિકલ નાઈટ્સ હોય, હાઈ એલ્ટિટ્યુડમાં બાઈક રેલીઓ હોય, ચંદીગઢમાં લોકલ ક્લબ હોય અને પંજાબમાં ઘણા સ્પોર્ટ્સ ગ્રૂપ હોય, સાંભળીને એવું લાગે છે, મનોરંજનની વાત છે, એડવેન્ચરની વાત છે. પરંતુ મામલો અલગ છે, આ ઘટના પણ એક 'સામાન્ય કારણ' સાથે સંબંધિત છે. આ સામાન્ય કારણ છે - ડ્રગ્સ સામે જાગૃતિ અભિયાન. 'મન કી બાત'માં આ વખતે પણ મને મોટી સંખ્યામાં આવા પત્રો મળ્યા છે, જે મનને ઘણો સંતોષ આપે છે. આ પત્રો એ મુસ્લિમ મહિલાઓએ લખ્યા છે જેઓ તાજેતરમાં હજ યાત્રા કરીને આવ્યા છે. તેમની આ યાત્રા ઘણી રીતે ખાસ છે. દેવભૂમિ ઉત્તરાખંડની કેટલીક માતાઓ અને બહેનોએ મને લખેલા પત્રો ખૂબ જ લાગણીશીલ છે. તેમણે તેમના પુત્ર, તેમના ભાઈને ઘણા આશીર્વાદ આપ્યા છે. તેણે લખ્યું છે કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આપણો સાંસ્કૃતિક વારસો 'ભોજપત્ર' તેમની આજીવિકાનું સાધન બની શકે છે.