ચૂંટણી@દેશ: રાજ્યસભા ચૂંટણી-NDAની 37માંથી 22 બેઠકો પર જીત, જાણો વધુ વિગતવાર
ઓડિશા અને હરિયાણામાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું.
Mar 17, 2026, 10:35 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકોના ચૂંટણી પરિણામો સોમવારે જાહેર થયા. NDA એ 22 અને વિપક્ષે 15 બેઠકો જીતી છે. NDA ને 10 બેઠકોનો ફાયદો થયો છે. જ્યારે, વિપક્ષને 10 બેઠકોનું નુકસાન થયું. અગાઉ NDA પાસે 12 અને વિપક્ષ પાસે 25 બેઠકો હતી.
આ 37 બેઠકોમાંથી 26 પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. ત્રણ રાજ્યો હરિયાણા, બિહાર અને ઓડિશામાં 11 બેઠકો પર ચૂંટણી યોજાઈ. તેમાંથી 9 બેઠકો NDA ના ખાતામાં ગઈ. વિપક્ષને 2 બેઠકો મળી. ઓડિશા અને હરિયાણામાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. બિહારમાં વિપક્ષના 4 ધારાસભ્યો મતદાન કરવા પહોંચ્યા જ નહીં. જેનાથી ભાજપને ફાયદો થયો.

