રાજકારણ@દેશ: મોદીના શપથ ગ્રહણમાં પડોશી દેશોને આમંત્રણ આપવામાં આવ્યું, 5 દેશોના નેતાઓ સામેલ થશે

5 દેશોના નેતાઓ સામેલ થશે
 
અપડેટ@દેશ: પ્રથમ રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે તેનું ઉદ્ઘાટન કરશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદી 9 જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. પહેલા 8 જુને શપથગ્રહણ સમારોહ યોજાવાનો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આ સમારોહ માટે ભારતના પડોશી દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવશે. જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના પીએમ પ્રચંડ અને મોરેશિયસ અને ભૂટાનના નેતાઓનો સામેલ થશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિના મીડિયા વિભાગે પણ આ વાતની પુષ્ટિ કરી છે.


નેપાળના પીએમ પ્રચંડે પણ પીએમ મોદીને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આજે શપથ ગ્રહણ સમારોહ માટે અન્ય દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવશે. આ પહેલા મંગળવારે (6 જૂન) ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અડધી દુનિયાએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. ભારતના પડોશી દેશોના નેતાઓ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન, બ્રિટનના પીએમ સુનાક, માલદીવ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, ઇઝરાયલ અને જાપાનના વડાપ્રધાન સહિત 70 થી વધુ નેતાઓ સહીત બધાએ પીએમ મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી. ભારત સાથેની ભાગીદારીને આગળ વધારવાની આશા પણ વ્યક્ત કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ટ્વિટર પર પોસ્ટ કર્યું, "નરેન્દ્ર મોદી અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને લગભગ 650 મિલિયન મતદારોને આ ઐતિહાસિક ચૂંટણીમાં જીત પર અભિનંદન. બંને દેશો વચ્ચે અપાર સંભાવનાઓને જોતાં ભારત અને અમેરિકા વચ્ચે દોસ્તી બની રહેશે."

રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે બુધવારે PM મોદીને ચૂંટણી જીતવા પર અભિનંદન આપવા ફોન કર્યો હતો. આ કોલ દરમિયાન મોદીએ તેમને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું, જે વિક્રમસિંઘે સ્વીકાર્યું હતું. બાંગ્લાદેશના પીએમ સાથે ફોન પર વાતચીત દરમિયાન મોદીએ તેમને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે.