કોરોના@દેશઃ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 5326 નવા કેસ નોંધાયા, 453 લોકોએ જીવ ગુમાવ્યો

18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હબતહતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 5326 નવા કેસ નોંધાયા છે અને 453 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8043 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની 82,267 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3722 કેસ નોંધાયા છે અને 419 સંક્રમિતોના મોત થયા છે. 

20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હબતહતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.  17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા.  12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


દેશમાં અત્યાર સુધીમાં 138,34,78,181 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 64,56,911 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 162 પર પહોંચ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 10,14,079 ટેસ્ટ કરવામાં આવ્યા છે.