દેશઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,154 નવા કેસ નોંધાયા, ઓમિક્રોનના કુલ 961 દર્દી

છેલ્લા 24 કલાકમાં 63,91,282 લોકોને રસીના ડોઝ અપાયા છે. કુલ રસીકરણનો આંકડો 1,43,83,22,742 પર પહોંચી ગયો છે. દેશમાં હાલ 82,402 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી રિકવરી રેટ 98.38% છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

ઓમિક્રોનના ખૌફ વચ્ચે દેશમાં કોરોનાના નવા કેસમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે જે ચિંતાની વાત છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 13,154 નવા કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસનો આંકડો 961 પર પહોંચ્યો છે. દેશમાં ગઈ કાલની સરખામણીએ નવા કેસમાં 43 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગઈ કાલે 9 હજાર જેટલા કેસ નોંધાયા હતા. 

સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13,154 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સંક્રમણથી 24 કલાકમાં 268 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 4,80,860 દર્દીઓ કોરોનાથી જીવ ગુમાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે હવે ઓમિક્રોનને લઈને ચિંતા વધી ગઈ છે. રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 63,91,282 લોકોને રસીના ડોઝ અપાયા છે. કુલ રસીકરણનો આંકડો 1,43,83,22,742 પર પહોંચી ગયો છે. દેશમાં હાલ 82,402 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી રિકવરી રેટ 98.38% છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધીને 961 થઈ ગયા છે. આ કેસ 22 રાજ્યોમાં રિપોર્ટ થયેલા છે. જ્યારે 320 દર્દીઓ સાજા થઈ ગયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ દિલ્હીમાં 263 અને મહારાષ્ટ્રમાં 252 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાત ઓમિક્રોન મામલે ત્રીજા નંબરે છે જ્યાં 97 દર્દીઓ નોંધાયા છે. રાજસ્થાનમાં 69, કેરળમાં 65, તેલંગણામાં 62, તમિલનાડુમાં 45, કર્ણાટકમાં 34, આંધ્ર પ્રદેશમાં 16, હરિયાણામાં 12, પશ્ચિમ બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, ઓડિશામાં 9, ઉત્તરાખંડમાં 4, ચંડીગઢમાં 3, ઉત્તર પ્રદેશમાં 2, ગોવા, હિમાચલ પ્રદેશ લદાખ મણિપુર પંજાબમાં એક એક કેસ નોંધાયા છે.