બજેટ@દેશ: બજેટમાં ન્યૂ ટેક્સ રિજીમમાં રાહત, 17,500 સુધીનો ફાયદો થશે
જૂની ટેક્સ રિજીમમાં રહેનારાને નુકસાન
Jul 23, 2024, 16:54 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે દેશમાં નાણામંત્રી દ્વ્રારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. બજેટમાં આવકવેરામાં રાહત આપવામાં આવી છે.
નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે 3 લાખથી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. તેના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ સિવાય નવી ટેક્સ વ્યવસ્થામાં હવે 50 હજાર રૂપિયાના બદલે 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે.
આ બંને ફેરફારોથી કરદાતાઓને 17,500 સુધીનો ફાયદો થશે. જો કે જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.