અપડેટ@દેશ: જ્વેલર્સ દ્વારા 'લાલ બાગચા રાજા' માટે નવ ફૂટ લાંબો ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર તૈયાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જ્વેલર્સ ખુશાલદાસ દ્વારા મુંબઈના 'લાલ બાગચા રાજા' માટે નવ ફૂટ લાંબો ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર તૈયાર કરવામાં આવ્યો હતો.આ હારની અંદર 215 જેટલા ગોલ્ડ પ્લેટેડ ગુલાબના ફૂલ પણ લગાવવામાં આવ્યા છે. ખુશાલદાસ હારની સાથે પૂણેના દગડૂશેઠની પૂજા માટે પણ 6 ફૂટનો ગોલ્ડપ્લેટેડ હાર પૂજા માટે મોકલવામાં આવશે.
મહત્વનું છે કે, સુરતના જ્વેલર્સ દ્વારા સૌપ્રથમ વખત આ પ્રકારે ગોલ્ડ પ્લેટેડ હાર તૈયાર કરવામાં આવ્યો છ. જેને આવતી કાલે બાપ્પાની પૂજા માટે મોકલવામાં આવશે. આવતીકાલે લાલ બાગના રાજાને આ સોનાનો હાર અર્પણ કરવામાં આવશે.
આ જ્વેલર્સ હંમેશા આવી અવનવી વસ્તુઓના કારણે ચર્ચામાં રહે છે. સુરતના જ્વેલર્સ ખુશાલદાસે આ પહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં પણ આવો ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો બુકે ગિફ્ટ કર્યો હતો.આ સિવાય તેમના દ્વારા બનાવવામાં આવેલા હૂબહુ રામમંદિરને ચાંદીથી બનાવ્યુ હતું. જે તમામ લોકો માટે ખૂબ જ ચોંકાવનારુ હતું. તેઓએ આવા ચાર રામમંદિર બનાવીને તેનું પ્રદર્શન રાખ્યું હતું જેને જોઈને લોકો ધન્યતા અનુભવતા હતાં.