રાજનીતિ@બિહાર: JDU વિધાયક દળની બેઠકમાં એક ફોન કોલ અને નીતિશ કુમાર પહોંચ્યા રાજીનામું આપવા

 
Nitishkumar

અટલ સમાચાર, ડેસ્ક

બિહારમાં મહાગઠબંધનની સરકાર પડી ગઈ છે. નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે અહી સૌથી મહત્વની અને ચોંકાવનારી વાત તો એ છે કે, આજે સવારે JDU વિધાયક દળ દરમિયાન નીતિશ કુમારે કોઈ દિગ્ગજ નેતા સાથે ફોન પર વાત કરી હતી. જે બાદમાં જ તેમણે રાજભવન પહોંચીને રાજીનામું સોંપ્યું છે. જોકે હવે આ ફોન કોનો હતો એ હજી સુધી સામે નથી આવ્યું પણ નેશનલ મીડિયાની ચર્ચા પ્રમાણે નીતિશ કુમારે નરેન્દ્ર મોદી કે અમિત શાહ સાથે વાત કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ અંગે અટલ સમાચાર કોઈ પુષ્ટિ કરતું નથી. જોકે આ તો ખાલી ચર્ચાની વાત છે કે એમને કોઈની સાથે ફોન પર વાત કરી પણ નીતિશ કુમાર આ અગાઉ પણ અનેક વાર આવું કરી ચૂક્યા છે. 

નીતિશ કુમારના રાજીનામા બાદ પટનામાં વડાપ્રધાન મોદીની સાથે નીતિશ કુમારના પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ સીએમ આવાસ પર જેડીયુ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં નીતિશ કુમારને સર્વસંમતિથી તમામ પ્રકારના નિર્ણય લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. જે બાદ નીતિશ કુમારે મહાગઠબંધન સરકારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. જાણવા મળ્યું છે કે, ધારાસભ્યોની બેઠક દરમિયાન નીતિશ કુમારને પીએમઓ તરફથી ફોન આવ્યો હતો. જરા પણ વિલંબ કર્યા વિના નીતિશે ફોન ઉપાડ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતીશ કુમાર સાથે ફોન પર વાત કરી અને બિહારની નવી સરકાર માટે અગાઉથી શુભેચ્છા પાઠવી.

બિહારમાં મહાગઠબંધનની સરકાર પડી ગઈ છે. નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી તેમણે નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. હવે તેમના નેતૃત્વમાં બિહારમાં BJPના સમર્થનથી નવી સરકાર બનવા જઈ રહી છે. ભાજપ તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નવી સરકારમાં ડેપ્યુટી સીએમ હશે. જીતનરામ માંઝીએ પણ આ નવી સરકારને પોતાનું સમર્થન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા પટના આવી રહ્યા છે. ભાજપ પછાત સમાજમાંથી આવતા સમ્રાટ ચૌધરીને અને ભૂમિહાર નેતા વિજય સિન્હાને ડેપ્યુટી સીએમ બનાવશે. રવિવારે ધારાસભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જો હવે આપણે બિહાર વિધાનસભાની સંખ્યાની રમત વિશે વાત કરીએ તો 243 સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડો 122 ધારાસભ્યોનો છે. લાલુ યાદવની આગેવાની હેઠળની RJD 79 સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે, જ્યારે ભાજપ 78 ધારાસભ્યો સાથે બીજા સ્થાને છે. નીતિશ કુમારની પાર્ટી JDU 45 ધારાસભ્યો સાથે ત્રીજી પાર્ટી છે. કોંગ્રેસ પાસે 19 અને ડાબેરીઓ પાસે 16 ધારાસભ્યો છે. જો આપણે RJD, કોંગ્રેસ અને ડાબેરીઓના ધારાસભ્યોની સંખ્યા ઉમેરીએ તો કુલ સભ્યોની સંખ્યા 114 સુધી પહોંચે છે, જે બહુમત માટે જરૂરી જાદુઈ આંકડા કરતા આઠ ઓછી છે.

વિગતો મુજબ નીતીશ કુમારે 1994માં જનતા દળથી અલગ થઈને સમતા પાર્ટી બનાવી હતી. આ પછી 30 ઓક્ટોબર 2003ના રોજ જનતા દળ યુનાઈટેડની રચના થઈ અને 2005ની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું. 2013માં ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. જે બાદમાં નીતીશ કુમારે વર્ષ 2015માં RJD અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2017માં નીતિશે RJD છોડીને ફરી એકવાર ભાજપમાં જોડાયા હતા. આ બધાની વચ્ચે ચાર વર્ષ પછી નીતીશ કુમારે વર્ષ 2022માં ફરી એકવાર ભાજપ છોડીને RJD સાથે હાથ મિલાવ્યા. હવે ફરી દોઢ વર્ષ બાદ નીતિશ RJD છોડીને ભાજપ સાથે ગઠબંધન કરી લીધું છે.