રિપોર્ટ@દેશ: હવે સરળતાથી નીકાળી શકાશે પેન્શન, NPSના નિયમો બદલાયા

 
Indian Rupee

અટલ સમાચાર, ડેસ્ક

પેન્શન ફંડ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 27 જુલાઈ, 2023ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમથી બહાર નીકળવા માટે નિયમોને સરળ બનાવી દીધા છે. તેનાથી એનપીએસના કરોડો સબ્સક્રાઈબર્સને ફાયદો મળશે. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, હવે એનપીએસ સબ્સક્રાઈબર્સ પેન્શન ફંડથી બહાર નીકળીને કોઈ પણ વાર્ષિક યોજના પસંદ કરી શકે છે. મોટીવાત તો એ છે કે, તેના માટે સબ્સક્રાઈબર્સ પાસેથી કોઈ ફી નહીં વસૂલવામાં આવે.

જો કોઈ આ પેન્શન સ્કીમને છોડીને બહાર નીકળી જાય છે, તો તે સરળતાથી આવું કરી શકે છે. PFRDAએ લોકોને સુવિધા આપવા માટે નિયમોને સરળ કરી દીધા છે. PFRDAએ સરકાર, પીઓપી અને નેશનલ પેન્શન સિસ્ટમ ટ્ર્સ્ટના નોડલ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, તેઓ એનપીએસ ગ્રાહકોની જરૂરિયાતના હિસાબથી સ્કીમ પસંદ કરવામાં મદદ કરે, જેથી તેમને આગળ તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

PFRDAએ કહ્યું કે, ગ્રાહક કોઈ પણ પ્રકારની વાર્ષિક સર્વિસ પસંદ કરી શકે છે અને તેના માટે તેમને કોઈ ચાર્જ પણ નહીં આપવો પડે. નિયામકે કહ્યું છે કે, સબ્સક્રાઈબર પહેલાથી જ સરકારને ટેક્સના રૂપમાં ચાર્જ આપી રહ્યા છે, એટલા માટે તેમની પાસેથી કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં નહીં આવે. વીમા કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેઓ સબ્સક્રાઈબર પાસેથી માત્ર પ્રીમિયમની રકમ જ લઈ શકે છે. આ ઉપરાંત તેમના પર કોઈ અન્ય પ્રકારના ચાર્જ માટે દબાવ ન આપવો જોઈએ.

NPSમાંથી બહાર નીકળવાનો નિયમ- PFRDAના નિયમ, અનુસાર એનપીએસમાં જો સબ્સક્રાઈબર દ્વારા જમા રકમ તેમજ વ્યાજ કુલ મળીને 5 લાખ રૂપિયાથી ઓછા છે, તો તેઓ સારી રકમ એકસાથે બહાર નીકાળી શકે છે. તેનાથી વધારે હોવા પર 40 ટકા રકમને પેન્શન માટે રાખવામાં આવશે અને 60 ટકા રકમ એકસાથે નીકાળી શકાય છે. 40 ટકા રકમનો ઉપયોગ પેન્શન પ્લાન ખરીદવા માટે કરવામાં આવે છે. જો સબ્સક્રાઈબર 60 વર્ષની ઉંમર પહેલા કોઈ પેન્શન પ્લાન ખરીદવા માંગે છે, તેણે કોર્પસનો ઓછામાં ઓછો 80 ટકા ઉપયોગ કરવો પડશે.