બિઝનેશ@દેશ: ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો એક જ ક્લિકે

 
Gold

અટલ સમાચાર, ડેસ્ક

સપ્તાહના ચોથા કારોબારી દિવસે સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે 75,000ની ઉપર ટ્રેડ કરતુ ચાંદી આજે 70,000ની નીચે પહોંચી ગયું છે. બીજી તરફ સોનાએ પણ 59,000નું સ્તર ગુમાવ્યું છે. આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.02 ટકાના ઘટાડા સાથે 58,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ સપ્ટેમ્બરના વાયદાનું ચાંદી 0.15 ટકાના ઘટાડા સાથે 69,869 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. 

સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં મહત્વનું છે કે નવા આર્થિક વર્ષમાં સોનાએ છેલ્લા 6 મહિનાની અંદર બે વાર નવી નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ મત 61,552 રુપિયાના સ્તરે બનાવી છે. આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓગસ્ટના વાયદાનું સોનું 0.02 ટકાના ઘટાડા સાથે 58,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ સપ્ટેમ્બરના વાયદાનું ચાંદી 0.15 ટકાના ઘટાડા સાથે 69,869 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં છેલ્લે એટલે કે 5 મે 2023ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.