ચકચાર@તામિલનાડુ: ડીઆઈજીએ પોતાને જ ગોળી મારી કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જવાશે

છેલ્લા કેટલાક સમયથી તેઓ માનસિક અસ્વસ્થ હતા
 
One will be shocked to know the reason why Chakchara Tamil Nadu DIG shot himself

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવાઈ લાગે એવી એક ઘટના સામે આવી છે.તામિલનાડુના કોઈમ્બતોરની આ હચ-મચાવે તેવી ઘટના છે. ડીઆઈજી સી વિજયકુમારે આજે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ખુદને ગોળી મારી આત્મહત્યા કરી હતી. આજે સવારે કોઈમ્બતોરના રેસકોર્ષ માર્ગ પરના તેમના નિવાસે તેઓએ આત્મહત્યા કરતા જબરી હલચલ મચી હતી. સિનીયર આઈપીએસ અધિકારી મોર્નિંગ વોકમાંથી પરત ફર્યા હતા અને તેમની કેમ્પ ઓફીસે પહોંચ્યા હતા જયાં બીજા પર્સનલ સિકયોરીટી ઓફીસરને તેની પિસ્તોલ આપવા જણાવ્યુ હતું અને સવારે 6.30 વાગ્યે ઓફિસની બહાર આવીને ખુદને ગોળી મારી દીધી હતી.છેલ્લા કેટલાક સમયથી તેઓ માનસિક અસ્વસ્થ હતા. ઉંઘ લઈ શકતા ના હતા તથા ડિપ્રેશન જેવી સ્થિતિમાં ચાલ્યા ગયા હતા. તેઓને આ વર્ષે જ રેન્જનો ચાર્જ સોપાયો હતો. 2009 બેચના આઈપીએસ એક સમયે સક્ષમ પોલીસ અધિકારી ગણાતા હતા અને અનેક મહત્વના કેસમાં તેઓએ શ્રેષ્ઠ કામગીરી બતાવી હતી.