દર્દનાક@ઓડિશા: 2 ટ્રેનો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 233 લોકોના મોત, મૃત્યુઆંક હજી વધશે, જાણો શું થયું હતું ?

માલગાડી, હાવડા એક્સપ્રેસ અને કોરોમંડલ એક્સપ્રેસ વચ્ચે દુર્ઘટના સર્જાઇ હતી

 
દર્દનાક@ઓડિશા: 2 ટ્રેનો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 233 લોકોના મોત, મૃત્યુઆંક હજી વધશે, જાણો શું થયું હતું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બાલાસોર. ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. ત્રણ ટ્રેનો એકસાથે અથડાઇ હતી. દુર્ઘટનામાં સામેલ ટ્રેનોમાં માલગાડી, હાવડા એક્સપ્રેસ અને કોરોમંડલ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 233 થઈ ગયો છે અને લગભગ 900 મુસાફરો ઘાયલ થયા છે. રાહત દળ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં લાગેલું છે. જ્યારે આ રૂટ પર ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.બાલાસોર પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ ટ્રેન દુર્ઘટના શુક્રવારે 2જી મેના રોજ સાંજે બની હતી. આ માહિતી સૌથી પહેલા ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ છે. કોરોમંડલ એક્સપ્રેસની 7 બોગીને નુકસાન થયું છે. સ્થાનિક પ્રશાસન અને NDRFની ટીમ સંયુક્ત રીતે બચાવ કાર્ય ચલાવી રહી છે.રેલ્વે પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, લગભગ 7 વાગે શાલીમાન-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસના 10 થી 12 ડબ્બા બાલાસોર નજીક પાટા પરથી ઉતરી ગયા અને અન્ય સાઇટના પાટા પર પડ્યા. થોડા સમય બાદ યશવંતપુરથી હાવડા જતી ટ્રેન પાટા પર પડતા કોચ સાથે અથડાઈ અને તેના ત્રણથી ચાર ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા.પહેલા હાવડા એક્સપ્રેસ અને માલગાડી એકબીજા સાથે અથડાઈ, પછી કોરોમંડલ એક્સપ્રેસ પાછળથી અથડાઈ હતી. શરૂઆતના તબક્કે જ 10 મુસાફરોને બાલાસોર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, 132 મુસાફરોને સોરો સીએચસી, ગોપાલપુર સીએચસી અને ખંટાપાડા પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એનડીઆરએફ દ્વારા 32 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખસેડવા માટે મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી.

વિશેષ રાહત કમિશનરના કાર્યાલયે કહ્યું હતું કે, શોધ અને બચાવ કામગીરી માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે સાથે SRCને પણ રાજ્ય સ્તરે મદદ પૂરી પાડવા માટે જાણ કરવામાં આવી હતી. દુર્ઘટના વિશે માહિતી આપતા રેલવેએ જણાવ્યું હતું કે, ચેન્નાઈ સેન્ટ્રલથી શાલીમાર જઈ રહેલી ટ્રેન નંબર 12841 ખડગપુર ડિવિઝન હેઠળના બહનાગા બજાર રેલવે સ્ટેશન પાસે રાત્રે 8.30 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.

આ છે હેલ્પલાઈન નંબર. બાલાસોર- 8249591559, 7978418322. હાવડા- 033 – 26382217. શાલીમાર (કોલકાતા) – 9903370746. રેલમદદ- 044- 2535 4771. ખડગપુર- 8972073925, 9332392339