રિપોર્ટ@દેશ: પાકિસ્તાની સીમા હૈદર ફરી એક વાર પ્રેગ્નન્ટ થઈ? જાણો શું છે હકીકત

 
Seema Haidar

અટલ સમાચાર, ડેસ્ક

સીમા સચિનની લવ સ્ટોરીની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. ગેરકાયદેસર રીતે ભારતમાં આવવાના ખુલાસા બાદ સીમા હૈદરની તપાસ યૂપી એટીએસ સહિત અન્ય તપાસ એજન્સીઓ કરી રહી છે અને સીમા હૈદર પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે. તો વળી સીમા અને તેના પ્રેમી સચિન હાલમાં રબુપુરામાં પોતાના ઘરમાં આર્થિક તંગીથી પરેશાન છે. કામ પર નહીં જવાના કારણે બધાની હાલત ખરાબ થઈ ગઈ છે. મીડિયા અને લોકોની ભારે ભીડના કારણે સીમા, તેના ચારેય બાળકો અને પ્રેમી સચિનને તેના પરિવારના એક સભ્યના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. રવિવારે સોશિયલ મીડિયા પર સીમા પ્રેગ્નેટ હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.

સચિનના પિતા નેત્રપાલે જણાવ્યું કે, પ્રશાસને તેમને ઘર બહાર જવા પર રોક લગાવી દીધી છે. સચિન રબૂપુરામાં એક પરચૂરણની દુકાન પર નોકરી કરતો હતો અને તે નોઈડામાં માળીનું કામ કરે છે. આ પ્રકરણ બાદ પોલીસે તેને ઘરમાંથી બહાર જવા પર રોક લગાવી દીધી છે. લગભગ 1 મહિનાથી કામ પર નહીં જવાના કારણે તેની આર્થિક હાલત પણ ખરાબ થઈ ગઈ છે. પરિવારમાં આઠ લોકો છે. તેઓ આખો દિવસ ઘરમાં બેસી રહે છે. આ બાજૂ પોલીસ પ્રભારી સુધીર કુમારનું કહેવું છે કે, સચિન તથા નેત્રપાલને ઘરની બહાર જવાની મનાઈ નથી. તેઓ ઘર બહાર જઈને પોતાનો રોજગાર કરી શકે છે.

રવિવારે સીમા હૈદર 4 મહિનાની પ્રેગ્નન્ટ હોવાના સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કહેવાય છે કે, સીમા હૈદરની તબિયત સતત ખરાબ થઈ રહી છે, તેની પાછળ પ્રેગ્નન્ટ હોવાનું કારણ કહેવાય છે. ચર્ચા છે કે, સચિને સીમા હૈદરનો ટેસ્ટ કરાવ્યો છે, ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરે સીમાને તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપી છે. જો કે, હાલમાં સીમા કે સચિને તેની પુષ્ટિ કરી નથી.