રીપોર્ટ@દેશ: વિશ્વનાં સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં પાકિસ્તાનનું લાહોર પ્રથમ સ્થાન પર છે ,જાણો ભારત કયા નંબરે
પાકિસ્તાનનું લાહોર શહેર સૌથી વધુ પ્રદૂષિત શહેર છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
- લાહોર સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં પ્રથમ,સ્થાન ધરાવે છે ,ચીનના એકમાત્ર શહેર હોતનનો ચાડનું એનઝામેન સૌથી વધુ એર પોલ્યુશન ધરાવે છે
- વિશ્વનાં સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં ભારતનો 8મો નંબર
વિશ્વમાં ટોચના 20 સૌથી વધુ વાયુ પ્રદૂષિત શહેરોમાં ભારતના 15 શહેરોનો સમાવેશ થાય છે.
જ્યારે વિશ્વમાં સૌથી વધુ એર પોલ્યુટેડ શહેર તરીકે પાકિસ્તાનના લાહોરનો પહેલો નંબર આવે છે. 20 પૈકી બાકીના 5 શહેરોમાં 3 પાકિસ્તાનના છે. ચીનનું એકમાત્ર શહેર હોતન અને ચાડનું એનઝામેન સૌથી વધુ એર પોલ્યુશન ધરાવે છે. ભારતનાં દિલ્હી સહિત NCR તેમજ કેટલાક શહેરો સૌથી વાયુ પ્રદૂષણ ધરાવે છે. દિલ્હી અને ગ્દઝ્રઇની હાલત તો દર વર્ષે શિયાળામાં કફોડી થાય છે. અહીંના આકાશમાં દર વર્ષે શિયાળામાં ઝેરી વાયુના ગાઢ વાદળો છવાઈ જાય છે. ધુમ્મસ અને પરાળીનાં ધુમાડાને કારણે દિલ્હી અને આસપાસના શહેરોમાં એર પોલ્યુશન ખતરનાક સ્તરે પહોંચે છે. રિપોર્ટ મુજબ પાક. પંજાબમાં આવેલું લાહોર વિશ્વમાં સૌથી વધુ એર પોલ્યુટેડ શહેર છે.
વિશ્વનાં સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં ભારતનો 8મો નંબર
વિશ્વનાં સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં ભારતનો 8મો નંબર છે. વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત દેશ તરીકે ચાડ પહેલા નંબરે છે. ઈરાક બીજા ક્રમે અને પાકિસ્તાન ત્રીજા ક્રમે છે. બહેરિન ચોથા અને બાંગ્લાદેશ પાંચમાં નંબરે છે. ચાડનું શહેર એનઝામેના વિશ્વમાં 8મા ક્રમનું સૌથી વધુ વાયુ પ્રદૂષિત શહેર છે. ચીનનું હોતન બીજા અને ભારતનું ભિવંડી ત્રીજા ક્રમે છે.