જાણીલેજો@દેશ: રેલ દુર્ઘટનાનો શિકાર થતા યાત્રીઓને હવે 10 ગણુ વધારે વળતર મળશે, જાણો કેટલું ?

 
Train

અટલ સમાચાર, ડેસ્ક

ટ્રેન દુર્ઘટના અને અપ્રિય ઘટનાઓમાં જીવ ગુમાવનારા યાત્રિઓના આશ્રિતો અને દુર્ઘટનામાં ઘાયલ થવા પર યાત્રિઓને હવે દસ ગણુ વળતર આપવામાં આવશે. રેલવે બોર્ડે વળતરની રકમ વધારવાની મંજૂરી આપી દીધી છે. આ અગાઉ વર્ષ 2012-13માં વળતરની રકમમાં વધારો કર્યો હતો. રેલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા યાત્રીના પરિવારને હવે 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. એટલું જ નહીં માનવયુક્ત રેલ ફાટક પર પણ રેલવેની ભૂલથી કોઈ દુર્ઘટનાનો શિકાર થાય છે, તો હવે તેમને વળતર આપવામાં આવશે.

રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં કહેવાયું છે કે, ટ્રેન દુર્ઘટનાઓ અને અપ્રિય ઘટનાઓમાં જીવ ગુમાવનારા અને ઘાયલ યાત્રિઓના આશ્રિતોને આપવામાં આવતી રકમમાં સંશોધન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ માનવયુક્ત રેલવે ફાટક પર રેલવેની પ્રથમ દ્રષ્ટિએ જવાબદારીના કારણે જો કોઈ વ્યક્તિ દુર્ઘટનાનો શિકાર થાય છે, તો તેમને વળતર આપવામાં આવશે. વધારવામાં આવેલ વળતર 18 સપ્ટેમ્બરથી લાગૂ થશે.

 ટ્રેન અને માનવયુક્ત ફાટક પર થયેલી દુર્ઘટનાઓમાં મૃત યાત્રિઓના પરિજનને હવે 50 હજારની જગ્યાએ 5 લાખ રૂપિયા મળશે. ગંભીર રીતે ઘાયલ લોકોને 25 હજારની જગ્યાએ 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે. તો વળી સાધારણ ઈજાવાળા યાત્રીઓને 5 હજારની જગ્યાએ 50,000 આપવામાં આવશે. કોઈ અપ્રિય ઘટનામાં મૃત વ્યક્તિઓના આશ્રિતો, ગંભીર રીતે ઘાયલ અને સાધારણ રીતે ઘાયલ યાત્રીઓને ક્રમશ: 1.5 લાખ રૂપિયા, 50,000 રૂપિયા અને 5000 રૂપિયાનું વળતર મળશે. આ અગાઉ આ રકમ 50,000 રૂપિયા, 25,000 અને 5000 રૂપિયા નિર્ધારિત હતી. અપ્રિય ઘટનાઓમાં આતંકવાદી હુમલો, હિંસક હુમલ અને ટ્રેનમાં લૂંટ જેવા ક્રાઈમ સામેલ છે.

ટ્રેન દુર્ઘટનાના કિસ્સામાં ગંભીર રીતે ઘાયલ યાત્રીઓને 30 દિવસથી વધારે સમય સુધી હોસ્પિટલમાં ભરતી રાખવા પર વધારે વળતર આપવામાં આવશે. ઘાયલ યાત્રીઓને દર 10 દિવસના સમયે અથવા હોસ્પિટલમાંથી રજા આપવાની તારીખ પહેલા દરરોજ 3000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થવાના સૌથી પહેલા પાંચ મહિના સુધઈ દર 10 દિવસના સમયે અથવા છુટા થવાની તારીખ જે પહેલા હોય તેના અંતમાં 750 રૂપિયા દરરોજ આપવામાં આવશે.