નિયમ@દેશ: અફઘાનિસ્તાનમાં ફોટોગ્રાફી અને વિડિઓ લેવા પર પ્રતિબંધ મુકાયો

લોકો કોઈના ફોટા કે વીડિયો લઈ શકશે નહીં.
 
નિયમ@દેશ: અફઘાનિસ્તાનમાં ફોટોગ્રાફ્સ અને  વિડિઓ લેવા પર પ્રતિબંધ મુકાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અફઘાનિસ્તાનમાં છેલ્લા ત્રણ વર્ષથી સતા સંભાળ્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાનના લોકો પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. તાલિબાન હંમેશા તેની ભયાનક સજાઓને કારણે મીડિયાની હેડલાઇન્સમાં રહે છે.

તાજેતરમાં તાલિબાન સરકારે એક નવું ફરમાન બહાર પાડ્યું છે. આ ફરમાન મુજબ તાલિબાને ફોટા કે વીડિયો પાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે હવે અફઘાનિસ્તાનના લોકો કોઈના ફોટા કે વીડિયો લઈ શકશે નહીં.

જો ત્યાંના લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને શરિયત કાયદા હેઠળ સજા કરવામાં આવશે અને તાલિબાન શાસકો દ્વારા તેમને જેલમાં મોકલવામાં આવશે.

શાસકો સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખશે. જો કોઈ વ્યક્તિ પ્રતિબંધનો ભંગ કરતા પકડાશે તો તેને સજા કરવામાં આવશે. તાલિબાને પોતાના ફરમાનમાં સ્પષ્ટ લખ્યું છે કે તાલિબાનના અધિકારીઓ તમામ ગતિવિધિઓ પર નજર રાખશે. જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર પણ તસવીર અપલોડ કરતા પકડાશે તો તેને તાલિબાન અધિકારીઓ જેલમાં મોકલશે અને શરિયત કાયદા મુજબ સજા કરશે.