અપીલ@દેશ: PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનું ડીપી બદલ્યું, લોકોને શું કહ્યું ?
Updated: Aug 13, 2023, 17:52 IST

અટલ સમાચાર, ડેસ્ક
ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું છે. આ માટે PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની DP બદલીને ત્રિરંગાને DP બનાવ્યું છે.
વડાપ્રધાન મોદી ટ્વીટ કરીને દેશવાસીઓને તિરંગાને DP બદવલવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, હર ઘર તિરંગા આંદોલનની ભાવનાઓમાં આપણે સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીને તિરંગો લગાવો અને આ અનોખા પ્રયાસને સમર્થન આપો જે આપણાં દેશ અને આપણી વચ્ચેનું બંધન વધુ ગહેરું અને મજબૂત કરશે.