કાર્યવાહી@વાંકાનેર: ઢુવા-માટેલ રોડ પર જુગાર રમતા સાત ઇસમોને પોલીસે પકડ્યા,વધુ વિગતે જાણો

જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લીધા.
 
કાર્યવાહી@વાંકાનેર: ઢુવા-માટેલ રોડ પર જુગાર રમતા સાત ઇસમોને પોલીસે પકડ્યા,વધુ વિગતે જાણો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આજ-કાલ લોકો જુગાર ખુબજ રમતા હોય છે.કેટલાક લોકોને પોલીસે જુગાર રમતા પકડી તેમના પર કર્યવાહી કરતી હોય છે.વાંકાનરમાંથી જુગાર રમતા ૭ લોકો ને પોલીસે જડપી લીધા હતા.વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા-માટેલ રોડ પર જી.ઇ.બી.ના સબ સ્ટેશન પાછળ જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેવાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઢુવા-માટેલ રોડ,જી.ઇ.બી. ના સબ સ્ટેશન પાછળ, આરોપી કરણભાઇ નારણભાઇ મકવાણાના રહેણાંક મકાનની પાછળ જાહેરમાં જુગાર રમતા કરણભાઇ નારણભાઇ મકવાણા, નીલેશભાઇ પોપટભાઇ ભામાણી, ધીરજભાઇ ઉર્ફે અજય માવજીભાઇ બાવળીયા, સંજયભાઇ માવજીભાઇ વાળા,રાજુભાઇ પરસોત્તમભાઇ મકવાણા, અજયભાઇ સુરેશભાઇ લીંબડીયા અને વીજયભાઇ ભુપતભાઇ રોજાસરાને રોકડ રકમ રૂ.૧૧,૨૩૦ તથા મોટર સાઈકલ નંગ 3 કીમત રૂ.૯0,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૦૧,૨૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે