રાજકારણ@દેશ: ખડગેએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના કથિત અપમાન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ફરી નિશાન સાધ્યું
![રાજકારણ@દેશ: ખડગેએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના કથિત અપમાન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ફરી નિશાન સાધ્યું](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/9511bba751b4f228b36e1ac453ce3aa0.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શાહના બાબાસાહેબ નિવેદન બાદ દેશ ભરમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના કથિત અપમાનના મુદ્દા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ફરી નિશાન સાધ્યું છે. ગુરુવારે કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ કાર્યકારિણીમાં ખડગેએ કહ્યું કે ગૃહમંત્રીના બચાવમાં વડાપ્રધાને નિવેદન જારી કર્યું છે.
રાહુલ ગાંધીના વિરુદ્ધ ખોટો કેસ નોંધવામાં આવ્યો છે. આ છે આજના સત્તાધીશોનું બંધારણ અને તેમના નિર્માતાના પ્રત્યેની વિચારસરણી. ખડગેએ કહ્યું કે અમે કોઇનાથી ડરવાવાળા નથી, કે ન ઝૂકવાવાળા છીએ.
બાબાસાહેબ અને નેહરુ-ગાંધીના સન્માન, તેમના વારસાને બચાવી રાખવા માટે અમે અંતિમશ્વાસ સુધી લડતાં રહીશું. ખડગેએ આરોપ લગાવ્યો છે કે સરકારે બંધારણીય સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. હાલમાં ચૂંટણી સંબંધી જાણકારીઓ સામાન્ય લોકોની પહોંચથી દૂર કરી દીધી છે.
સરકાર આખરે શું છુપાવવા માગે છે. આની પહેલાં પણ વોટર લિસ્ટથી નામ કાપવા અને વોટિંગના આંકડામાં સરકારની શંકાસ્પદ ભૂમિકા રહી છે. તેનાથી લોકોમાં સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને લઇને અવિશ્વાસ પેદા થયો છે.