રાજકારણ@દેશ: બાઇડન કોરોના પોઝિટિવ, કહ્યું હતું કે, અનફિટ જાહેર થઈશ તો ચૂંટણી નહીં લડું

 બાઇડન કોરોના પોઝિટિવ છે. 
 
રાજકારણ@દેશ: બાઇડન કોરોના પોઝિટિવ, કહ્યું હતું કે, અનફિટ જાહેર થઈશ તો ચૂંટણી નહીં લડું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં ચૂંટણી યોજવા જઈ રહી છે.ત્યારે ત્યાના રાષ્ટ્રપતિની તબિયત ખરાબ થઇ છે. તે ચૂંટણીમાંથી બહાર પણ થઇ શકે છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કોરોના પોઝિટિવ છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે કહ્યું કે, તે આઇસોલેશનમાં રહીને કામ કરશે. એક દિવસ પહેલા જ બાઇડને કહ્યું હતું કે, જો ડોક્ટર્સ તેમને અનફિટ જાહેર કરશે તો તે રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જશે. તેમણે અમેરિકન ન્યૂઝ ચેનલ BETને આપેલા રેકોર્ડેડ ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. આ ઈન્ટરવ્યૂ એક દિવસ પહેલા (17 જુલાઈ) ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. બાઇડને પહેલીવાર જાહેરમાં આવું કહ્યું છે.

એટલે કહી શકાય કે, જો આવું થશે તો કમલા હેરિસ ઉમેદવાર બની શકે અને ટ્રમ્પને પણ ફાયદો થઈ શકે છે. અમેરિકન મીડિયા CNN દ્વારા કરવામાં આવેલા પોલમાં બાઇડનની હારનો દાવો કરવામાં આવ્યો છે. મતદાન સૂચવે છે કે, કુલ 588 બેઠકોમાંથી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને 330 બેઠકો મળી શકે છે.

જ્યારે બાઇડનને તેમની ખરાબ તબિયત અને ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ નોમિનેશન માટે ચાલી રહેલા ટગ ઓફ વોર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, જો ડોક્ટરો મને અયોગ્ય અથવા કોઈ રોગથી પીડિત માને છે, તો તે એક સમસ્યા છે.


બે અઠવાડિયા પહેલા એક્સિઓસના અહેવાલે બાઇડનની ખરાબ તબિયત પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. રિપોર્ટ અનુસાર, બાઇડન સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી જ કામ કરી શકે છે. વ્હાઇટ હાઉસના કર્મચારીઓને ટાંકીને પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, બાઇડન દિવસમાં માત્ર 6 કલાક શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે.

આ પહેલા 28 જૂને, તેમના પ્રથમ રાષ્ટ્રપતિ સંબોધનમાં બાઇડન ઘણા પ્રસંગો પર વિચાર્યા વિના બોલી રહ્યા હતા. તે ઘણી વખત લથડીયા ખાતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે તે ચર્ચામાં હારી ગયા હતા. આ પછી નાટો સમિટ દરમિયાન બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી રાષ્ટ્રપતિ પુતિનને ફોન કર્યો હતો.

આના થોડા સમય પછી, તેમણે પોતાની ભૂલનું પુનરાવર્તન કર્યું અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ ભૂલી ગયા અને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ કહીને બોલાવ્યા.


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર રવિવારે (14 જુલાઈ) ગોળીબાર થયા બાદ અમેરિકન મીડિયા CNN દ્વારા કરવામાં આવેલા પોલમાં બાઇડનની હારનો દાવો કરવામાં આવ્યો છે. મતદાન સૂચવે છે કે, કુલ 588 બેઠકોમાંથી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને 330 બેઠકો મળી શકે છે.

બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીએ 208 બેઠકો મેળવવાનો દાવો કર્યો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા માટે 270 સીટો જીતવી જરૂરી છે. અગાઉ 2020માં બાઇડનને 306 અને ટ્રમ્પને 232 બેઠકો મળી હતી.


અમેરિકામાં 28 જૂને યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ બાદ, બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ માગ કરી રહ્યા છે કે, તેઓ રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારી છોડી દે. ટેક્સાસના સાંસદ લોયડ ડોગેટ ડેમોક્રેટિક પાર્ટીના પહેલા નેતા છે જેમણે જાહેરમાં આ માગ કરી છે.

બીજી તરફ અમેરિકન પત્રકાર અને ટ્રમ્પ સમર્થક ટકર કાર્લસને દાવો કર્યો હતો કે, રાષ્ટ્રપતિ જો બાઇડનને ડિમેન્શિયા છે. ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બાઇડનની જગ્યાએ કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે.