રાજકારણ@દેશ: ભાજપ નેતા રાકેશ દેવાણીએ સાંસદ રાજેશ ચૂડાસમા પર ગંભીર આક્ષેપ કર્યા
રાજેશ ચૂડાસમા પર ગંભીર આક્ષેપ કર્યા
Updated: Jun 25, 2024, 19:09 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર નેતાઓ વચ્ચે વિરોધ જોવા મળતો હોય છે. ફરી એક વાર એવું સામે આવ્યું છે. ભાજપ નેતા રાકેશ દેવાણીએ સાંસદ રાજેશ ચૂડાસમા પર ગંભીર આક્ષેપ કર્યા છે.
રાકેશ દેવાણીએ ડૉક્ટર અતુલ ચગના કેસમાં રાજેશ ચુડાસમા વિરુદ્ધ નિવેદન આપ્યું હોવાથી પોતાના પરિવારને જોખમ હોવાનો એસપીને પત્ર લખ્યો છે. થોડા સમય પહેલા જ સાંસદે જાહેર મંચ પરથી પોતાને નડનારને નહી છોડવાનું નિવેદન આપ્યું હતું.