રાજકારણ@દેશ: વિપક્ષના સાંસદો બ્લેક જેકેટ પહેરીને સંસદ પહોંચ્યા અને મોદી-અદાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

તેમણે મોદી-અદાણી ચોર છે જેવા નારા લગાવ્યા. સંસદની છેલ્લી 7 કાર્યવાહીમાં સંભલ હિંસા, મણિપુર હિંસા, ખેડૂતોની માંગણીઓનો મુદ્દો અને અદાણી કેસ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો.
 
રાજકારણ@દેશ: વિપક્ષના સાંસદો બ્લેક જેકેટ પહેરીને સંસદ પહોંચ્યા અને  મોદી-અદાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં શિયાળો ચાલુ છે. સંસદમાં શિયાળો સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષના સાંસદો બ્લેક જેકેટ પહેરીને સંસદ પહોંચ્યા હતા. તેમણે મોદી-અદાણી ચોર છે જેવા નારા લગાવ્યા. સંસદની છેલ્લી 7 કાર્યવાહીમાં સંભલ હિંસા, મણિપુર હિંસા, ખેડૂતોની માંગણીઓનો મુદ્દો અને અદાણી કેસ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો.

વિપક્ષના સાંસદો સાથે રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા. વિપક્ષના સાંસદોએ 'સ્કૂલ દેખો - અદાણી', 'સડકે દેખો - અદાણી', 'ઉપર દેખો - અદાણી, નીચે દેખો - અદાણી'ના નારા લગાવ્યા હતા.

રાહુલ ગાંધીએ વિરોધ દરમિયાન કહ્યું- શું તમે (સરકાર) ક્યારેય ઈન્વેસ્ટીગેશન કરાવશો? શું તમે તમારી પોતાની તપાસ કરી શકો છો? મોદીજી અદાણીજીની તપાસ કરાવી શકતા નથી. કારણ કે જો મોદી અદાણીની તપાસ કરાવશે તો તેઓ પોતાની તપાસ કરાવશે. મોદી અને અદાણી બે નહીં, એક જ છે.