રાજકારણ@દેશ: રાહુલ ગાંધીએ કહ્યું, ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતથી ઊભી થઈ હતી, કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું

કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું
 
રાહુલ ગાંધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાતે આવેલ છે. લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિન્દુને લઈ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી હિન્દુ સમાજમાં રોષ વ્યાપ્યો છે. એને લઈને અમદાવાદમાં પાલડીમાં 2 જુલાઈએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો.

એમાં કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાને લઈ રાહુલ ગાંધી આજે અમદાવાદ બપોરે 12.30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઊમટી પડ્યા હતા.

અહીં તેમણે સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતથી ઊભી થઈ હતી, કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું, મોદીનો ફુગ્ગો ફૂટી ગયો છે. બાદમાં રાહુલ ગાંધી વડોદરા બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે વાતચીત કરી 3 વાગ્યા આસપાસ દિલ્હી રવાના થયા હતા.