રાજકારણ@દેશ: કિરણ રિજિજુએ રાજ્યસભામાં કહ્યું- રાહુલે મહિલા સાંસદોને ધક્કો માર્યો

આ શરમજનક છે, અમે તેમના પર વિશ્વાસ પણ કરી શકતા નથી. આ કુસ્તીનો અખાડો નથી.
 
રાજકારણ@દેશ: કિરણ રિજિજુએ રાજ્યસભામાં કહ્યું- રાહુલે મહિલા સાંસદોને ધક્કો માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સંસદમાં કેટલાક સમયથી હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષ દ્વાર વિરોધ જોવા મળી રહ્યો છે. વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાદળી કપડા પહેરીને પહોંચ્યા હતા. આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે લોકસભા અને રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો. લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ. જો કે એક મિનિટમાં જ ગૃહ આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

કિરણ રિજિજુએ રાજ્યસભામાં કહ્યું- રાહુલે મહિલા સાંસદોને ધક્કો માર્યો. આ શરમજનક છે, અમે તેમના પર વિશ્વાસ પણ કરી શકતા નથી. આ કુસ્તીનો અખાડો નથી. ઓડિશાના બાલાસોરથી ભાજપના સાંસદ પ્રતાપ સિંહ સારંગી સંસદની સીડી પરથી પડી જતા તેમને માથામાં ઈજા થઈ હતી. બાદમાં તેમને સારવાર માટે વ્હીલચેરમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

સારંગીએ આરોપ લગાવ્યા હતા કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ધક્કો મારતા તેઓ પડી ગયા હતા. તેમણે કહ્યું કે રાહુલે કેટલાક સાંસદને ધક્કો માર્યો. તે સાંસદ તેમના પર પડ્યા, જેના કારણે તેઓ પડી જતા ઈજા થઈ હતી.

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમના નિવેદનને તોડી-મરોડીને રજુ કરે છે. જ્યારે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે અમિત શાહના નિવેદનની માત્ર 10-12 સેકન્ડની વીડિયો ક્લિપ બતાવીને વિપક્ષના નેતા દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને વિવાદ ઊભો કરી રહ્યા છે. ખરેખરમાં, 17 ડિસેમ્બરના રોજ ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી.