રાજકારણ@દેશ: ખડગે કહ્યું 'મોદીને સત્તા પરથી દૂર નહીં કરું ત્યાં સુધી હું મરીશ નહીં'

પોતાના ભાષણમાં તેઓ સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા હતા. થોડીવાર બોલ્યા પછી ખડગે અચાનક બેભાન થઈ ગયા.
 
રાજકારણ@દેશ: ખડગે કહ્યું 'મોદીને સત્તા પરથી દૂર નહીં કરું ત્યાં સુધી હું મરીશ નહીં'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકારણમાં અવાર-નવાર ગરમાવો આવતો હોય છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જમ્મુ-કાશ્મીરના જસરોટા વિધાનસભા ક્ષેત્રના બરનોટીમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. પોતાના ભાષણમાં તેઓ સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા હતા. થોડીવાર બોલ્યા પછી ખડગે અચાનક બેભાન થઈ ગયા. જે બાદ તેમની સ્પીચને અધવચ્ચે અટકાવી પડી હતી. થોડીવાર આરામ કર્યા બાદ ખડગેએ સભામાં લોકોને સંબોધિત કર્યા. પણ પછી થોડીવાર પછી બોલતાં બોલતાં પાછા ચૂપ થઈ ગયા.

બીજીવાર ચૂપ થયા પછી ખડગે ફરી સ્ટેજ પર ઉભા થયા અને જોરદાર ભાષણ શરૂ કર્યું. તે પછી લગભગ બે મિનિટ સુધી ખડગેનું ભાષણ ચાલુ રહ્યું. અને સ્ટેજ છોડતી વખતે તેમણે કહ્યું કે 'હું 83 વર્ષનો છે અને હજુ મરવાનો નથી.' તેમણે કહ્યું કે 'જ્યાં સુધી હું મોદીને સત્તા પરથી દૂર નહીં કરું ત્યાં સુધી હું મરીશ નહીં.'

મલ્લિકાર્જુન ખડગેએ પોતાના સંબોધનમાં પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'મોદીજી જમ્મુ-કાશ્મીરમાં આવીને યુવાનોના ભવિષ્ય માટે ખોટા આંસુ વહાવી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે છેલ્લા 10 વર્ષમાં સમગ્ર દેશના યુવાનોને અંધકારમાં ધકેલવામાં આવ્યા છે જેના માટે ખુદ મોદીજી જવાબદાર છે. બેરોજગારીના આંકડા હમણાં જ આવ્યા છે. 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી મોદીજીનું યોગદાન છે. મોદી-શાહની વિચારસરણીમાં રોજગાર આપવાની જરૂરિયાત જ નથી, માત્ર ભાષણ આપવાની, ફોટોગ્રાફ લેવાની અને રિબન કાપવાની છે.'

મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે, 'જમ્મુ અને કાશ્મીરમાં સરકારી વિભાગોમાં 65% જગ્યાઓ ખાલી છે. અહીંની નોકરીઓ કોન્ટ્રાક્ટ અને દૈનિક વેતનની નોકરીઓ પર બહારના લોકોને આપવામાં આવી રહી છે. મને માહિતી મળી છે કે એઈમ્સ જમ્મુમાં પણ જમ્મુના લોકોને નોકરી નથી મળી. તમે સાંભળ્યું જ હશે કે મોદીએ જમ્મુ-કાશ્મીરમાં આવ્યા પછી કેટલા જુઠ્ઠા બોલ્યા. કોંગ્રેસને કેટલી ગાલીઓ આપવામાં આવી, કઈ ભાષા બોલાઈ. આ તેમની નર્વસનેસ દર્શાવે છે કારણ કે તેમની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે.