રાજકારણ@દેશ: કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને આતંકવાદીઓની પાર્ટી કહી

ખડગેએ કહ્યું હતું કે PM મોદીને હંમેશાં કોંગ્રેસને અર્બન નક્સલ પાર્ટી કહેવાની આદત છે, પરંતુ તેમનો પક્ષ શું છે?
 
રાજકારણ@દેશ: કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને આતંકવાદીઓની પાર્ટી કહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશના રાજકારણમાં અવાર-નવાર ગરમાવો જોવા મળતો હોય છે. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને આતંકવાદીઓની પાર્ટી કહી છે. ખડગે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનનો જવાબ આપી રહ્યા હતા, જેમાં PMએ કોંગ્રેસને અર્બન નક્સલ પાર્ટી ગણાવી હતી.

ખડગેએ કહ્યું હતું કે PM મોદીને હંમેશાં કોંગ્રેસને અર્બન નક્સલ પાર્ટી કહેવાની આદત છે, પરંતુ તેમનો પક્ષ શું છે? ભાજપ આતંકવાદીઓની પાર્ટી છે, જે લિંચિંગમાં સામેલ છે. મોદીને આવા આક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી.

વડાપ્રધાન મોદીએ 5 ઓક્ટોબરે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે થાણેમાં કહ્યું હતું કે 'કોંગ્રેસ અને તેના સહયોગીઓનું એક જ મિશન છે. ભાગલા પાડો અને સત્તામાં રહો. કોંગ્રેસ અર્બન નક્સલી ગેંગ દ્વારા ચલાવવામાં આવે છે. તે રાષ્ટ્રવિરોધીઓ સાથે ઊભી છે.'