રાજકારણ@દેશ: ડોનાલ્ડ ટ્રમ્પને ઓફિશિયલ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા

રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે ટ્રમ્પ સિલેક્ટ

 
રાજકારણ@દેશ: ડોનાલ્ડ ટ્રમ્પને ઓફિશિયલ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ટ્રમ્પનું રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે સેલેક્શન થઇ ગયુ છે.  અમેરિકી રાજ્ય વિસ્કોન્સિનના મિલ્વોકી શહેરમાં રિપબ્લિકન પાર્ટીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઓફિશિયલ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. ભારતીય સમય પ્રમાણે સોમવારે રાતે થયેલી પાર્ટીના કન્વેન્શનમાં ટ્રમ્પને ડેલિગેટ્સના 2387 મત મળ્યા. ઉમેદવાર તરીકે સિલેક્ટ થવા માટે 1215 મતની જરૂર હોય છે.

13 જુલાઈએ પેન્સિલ્વેનિયામાં થયેલા હુમલા પછી પહેલીવાર ટ્રમ્પ જાહેરમાં જોવા મળ્યા. તેઓ કાન પર પાટો બાંધીને કન્વેન્શન હોલમાં પહોંચ્યા. જોકે, આ હુમલામાં એક ગોળી ટ્રમ્પના કાનને સ્પર્શીને પસાર થઈ હતી. હુમલાના 48 કલાક બાદ પાર્ટીએ તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સિલેક્ટ કર્યા છે.

સંમેલનમાં ટ્રમ્પના પહોંચતા જ સમર્થકોએ 'USA-USA'ના નારા લગાવ્યા. સાથે જ ટ્રમ્પની જેમ હવામાં મુઠ્ઠી વાળીને લોકો 'ફાઇટ-ફાઇટ' કહેતા જોવા મળ્યા. કન્વેન્શનમાં ટ્રમ્પના બંને દીકરા એરિક અને ડોનાલ્ડ જુનિયર પણ હાજર રહ્યા. સંમેલન પૂર્ણ થયા પછી જ્યારે ટ્રમ્પ ત્યાંથી રવાના થવા લાગ્યા ત્યારે લોકોએ 'વી લવ ટ્રમ્પ'ના નારા પણ લગાવ્યા.