રિપોર્ટ@દેશ: મમતાએ કહ્યું- ડોક્ટરો વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો નથી, જાણો વધુ વિગતે

 મારા વિરુદ્ધ હળાહળ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે
 
રિપોર્ટ@દેશ: મમતાએ કહ્યું- ડોક્ટરો વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો નથી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ,, ડેસ્ક 

કોલકાતામાં બનેલી બળાત્કાર અને મર્ડરની ઘટનાના કારણે લોકોના હૃદય કંપી ઉઠ્યા છે. દેશમાં વિરોધ જોવા મળ્યો હતો. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે વિરોધ કરી રહેલા ડોક્ટરોને ક્યારેય ધમકી આપી નથી. મમતાએ ગુરુવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં મમતાએ લખ્યું છે કે કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા છે કે મેં વિરોધ કરી રહેલા ડોક્ટરોને ધમકી આપી છે. આ હળાહળ જુઠ્ઠાણું છે.

ભાજપે આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જીએ 21 દિવસથી હડતાળ પર રહેલા બંગાળના જુનિયર ડોક્ટરોને ધમકી આપી હતી. આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટરનો રેપ- હત્યા મામલે ડોક્ટરો ન્યાયની માંગ કરી રહ્યા છે. તેઓએ હોસ્પિટલમાં કામકાજનું વાતાવરણ અને સુરક્ષા અંગે પગલાં લેવાની પણ માંગ કરી છે.

9 ઓગસ્ટના રોજ મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના પર રેપની પુષ્ટિ થઈ હતી. 10મી ઓગસ્ટથી ડોક્ટરોએ હડતાળ શરૂ કરી હતી.

ટ્રેઈની ડોક્ટરને ન્યાય મળે તે માટે વિદ્યાર્થીઓએ 27 ઓગસ્ટે નબન્ના રેલી યોજી હતી. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું અને ઘણા લોકો ઘાયલ થયા. આ કાર્યવાહીના વિરોધમાં ભાજપે 28મી ઓગસ્ટે બંગાળ બંધનું એલાન આપ્યું હતું. જેમાં ભાજપના નેતાઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, બોમ્બમારો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મમતાએ કહ્યું- મારા વિરુદ્ધ હળાહળ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે