રાજકારણ@દેશ: આજે કેન્દ્ર સરકાર હાલના વક્ફ એક્ટમાં લગભગ 40 સંશોધન માટે બિલ લાવી શકે
સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ
Aug 5, 2024, 17:18 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના રાજકારણમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે. આજે સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ છે. આજે કેન્દ્ર સરકાર હાલના વક્ફ એક્ટમાં લગભગ 40 સંશોધન માટે બિલ લાવી શકે છે. હાલમાં વક્ફ પાસે કોઈપણ જમીનને તેની મિલકત તરીકે જાહેર કરવાની સત્તા છે. નવા બિલમાં આના પર પ્રતિબંધ લગાવી શકાય છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી ઓઇલ ફિલ્ડ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 1948માં સુધારો કરવા માટે રાજ્યસભામાં ઓઇલ ફિલ્ડ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એમેન્ડમેન્ટ બિલ રજૂ કરશે.
અહીં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી છે. તેઓએ માંગ કરી છે કે OBC-ક્રીમી લેયરની આવકના માપદંડમાં સુધારો કરવામાં આવે અથવા OBC માટે ક્રીમી લેયર દૂર કરવામાં આવે.