રાજકારણ@દેશ: વિધાનસભા સત્રના પહેલા જ દિવસે ભાજપ-PDP અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે હંગામો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના રાજકારણમાં અમુક બાબતોના કારણે વિવાદ જોવા મળતો હોય છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણી બાદ સોમવારથી વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂ થયું છે.
સત્રના પહેલા જ દિવસે ભાજપ-PDP અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે વિધાનસભામાં હંગામો થયો હતો. પીડીપી વિધાનસભ્ય રહેમાન પરાએ રાજ્યમાંથી કલમ 370 હટાવવાના વિરોધમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેની સામે ભાજપના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન એક ધારાસભ્ય પણ ગૃહના વેલ સુધી પહોંચ્યા હતા.
હંગામા દરમિયાન સીએમ ઓમરે કહ્યું- અમને ખબર હતી કે આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વાસ્તવિકતા એ છે કે જમ્મુ-કાશ્મીરના લોકો 5 ઓગસ્ટ 2019ના રોજ લેવાયેલા નિર્ણયને સ્વીકારતા નથી. જો લોકોએ આ નિર્ણયનો સ્વીકાર કર્યો હોત તો આજે પરિણામો અલગ હોત.
આર્ટિકલ 370 પર ગૃહ કેવી રીતે ચર્ચા કરશે તે કોઈ એક સભ્ય નક્કી કરશે નહીં. આજે લાવવામાં આવેલ પ્રસ્તાવનું કોઈ મહત્ત્વ નથી, તે માત્ર કેમેરા માટે છે. જો આ પાછળ કોઈ હેતુ હોત તો PDPના ધારાસભ્યોએ પહેલા અમારી સાથે ચર્ચા કરી હોત.