રાજકારણ@દેશ: લોકસભા પછી રાજ્યસભામાં પણ મોદીએ નીટ મુદ્દે જવાબ આપ્યો

મોદીએ નીટ મુદ્દે જવાબ આપ્યો
 
PM Modi

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકસભામાં નીટ પેપર લીક મુદ્દે જવાબ આપ્યા પછી રાજ્યસભામાં પણ નીટ પેપર લીક મુદ્દે વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, પેપર લીક એક મોટી સમસ્યા છે. મારી ઈચ્છા હતી કે તમામ પક્ષોએ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ, પરંતુ તેમણે આ મુદ્દાને પણ રાજનીતિનો રંગ આપ્યો.

હું દેશના યુવાનોને ખાતરી આપું છું કે આ સરકાર તમને છેતરનારાઓને છોડશે નહીં. તેમને કડક સજા મળશે, તેથી જ એક પછી એક કાર્યવાહી થઈ રહી છે. અમે આ માટે કડક કાયદો બનાવ્યો છે. યુવાનોને કોઈ શંકા ન રહે એ માટે અમે નવેસરથી સિસ્ટમ બનાવી રહ્યા છીએ.

મોદીએ તેમના અસલી મિજાજમાં કહ્યું- આ ચૂંટણી પરિણામોથી સ્ટોક માર્કેટમાં ઉછાળો છે જ, પણ દુનિયામાં ઉમંગ, આનંદનો મોહાલ છે, પણ આ વચ્ચે કોંગ્રેસના લોકો પણ ખુશીમાં મગન છે. હું સમજી શકતો નથી કે તેનું કારણ શું છે. આ ખુશી હારની હેટ્રિક પર છે? શું આ ખુશી નર્વસ 90ના શિકાર પર છે? કે આ ખુશી વધુ એક અસફળ લોન્ચની છે?