રાજકારણ@દેશ: આતિશી દિલ્હીનાં મુખ્યમંત્રી બન્યાં, 5 મંત્રી પણ શપથ લેશે

રાજભવન ખાતે એલજી વિનય સક્સેનાએ તેમને શપથ લેવડાવ્યા. શપથગ્રહણ સમારોહ સાથે આતિશી દિલ્હીનાં સૌથી યુવા અને ત્રીજાં મહિલા મુખ્યમંત્રી બન્યાં
 
રાજકારણ@દેશ: આતિશીએ દિલ્હીનાં મુખ્યમંત્રી બન્યાં, 5 મંત્રી પણ શપથ લેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ દિલ્લીમાં નવા મુખ્યમંત્રી અતિશી બન્યા છે. અતિશીએ મુખ્યમંત્રીના શપથ લીધા છે. આતિશીએ શનિવારે દિલ્હીનાં 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજભવન ખાતે એલજી વિનય સક્સેનાએ તેમને શપથ લેવડાવ્યા. શપથગ્રહણ સમારોહ સાથે આતિશી દિલ્હીનાં સૌથી યુવા અને ત્રીજાં મહિલા મુખ્યમંત્રી બન્યાં. તેમની પહેલાં સુષમા સ્વરાજ અને શિલા દીક્ષિત સીએમ રહી ચૂક્યાં છે.

કેજરીવાલ, સિસોદિયા અને પંજાબના સીએમ ભગવંત માન શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. 43 વર્ષનાં આતિશી કાલકાજી સીટથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે. આતિશી દિલ્હીનાં સૌથી યુવા સીએમ બનવાનો કેજરીવાલનો રેકોર્ડ પણ તોડશે. આતિશીની ઉંમર 43 વર્ષની છે, જ્યારે કેજરીવાલ 2013માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે 45 વર્ષના હતા.

AAP ધારાસભ્યોએ 17 સપ્ટેમ્બરે કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ ફાઈનલ કર્યું હતું. 20 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ મુર્મુએ કેજરીવાલનું રાજીનામું સ્વીકાર્યું અને આતિશીને સીએમ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી.