અપડેટ@દેશ: આજે દિલ્હીમાં BIMSTEC વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે, જાણો વધુ વિગતે

વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે
 
અપડેટ@દેશ: આજે દિલ્હીમાં BIMSTEC વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે, જાણો વધુ વિગતે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકારણી કેટલીક મીટીંગો યોજાતી હોય છે.  આજે નવી દિલ્હીમાં બિમ્સટેક (BIMSTEC) વિદેશ મંત્રીઓની બેઠક યોજાવા જઈ રહી છે. તેમાં હાજરી આપવા માટે થાઈલેન્ડના વિદેશ મંત્રી મારીસ સંગિયામ્પોંગસા અને ભૂટાનના વિદેશ મંત્રી ડી.એન. ધુંગ્યેલ દિલ્હી પહોંચી ગયા છે. આ બેઠક બે દિવસ સુધી ચાલશે. તેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાનના વિદેશ મંત્રી સામેલ થશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં સુરક્ષા, દૂરસંચાર, વેપાર અને પરસ્પર સહયોગ પર ચર્ચા થશે. તેનું યજમાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર કરશે. નિષ્ણાતોના મતે આનાથી તેના પાડોશી દેશો સાથે ભારતના સંબંધો મજબૂત થશે.


બે ઓફ બંગાળ ઈનિશિએટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (BIMSTEC) એ બંગાળની ખાડીની સરહદે આવેલા દેશોનું પ્રાદેશિક સંગઠન છે. તેમાં સાત દેશોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનને આનાથી અલગ રાખવામાં આવ્યું છે.