રાજકારણ@દેશ: કોંગ્રેસના 26 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી, 5 કાર્યકરોની પોલીસ ધરપકડ કરી, 21 ફરાર

5 કાર્યકરોની પોલીસ ધરપકડ કરી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકારણમાં વિરોધની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બની હતી. કોંગ્રેસના 26 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી પાંચ કાર્યકરોની પોલીસ ધરપકડ કરી છે.

જ્યારે 21 કાર્યકરો ફરાર છે. 5 કાર્યકરોના પરિવારને રાહુલ ગાંધી મળ્યા હતા જ્યારે 21 ફરાર કાર્યકરો અંગે રાહુલ ગાંધી કે પ્રદેશના નેતાઓએ નોંધ લીધી નથી.આ 21 કાર્યકરોમાંથી એક કાર્યકરે આજે એક વીડિયો બનાવીને વાઈરલ કર્યો છે. જેમાં કાર્યકર પોતાનો બળાપો કાઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે, બનાવના સાત દિવસ વીત્યા છતાં હજુ સુધી શહેર કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસના કોઈપણ નેતાએ ફોન નથી કર્યો. નેતાઓના એક ફોન ઉપર તેઓ કાર્યક્રમમાં હાજર થઈ જાય છે, પથ્થરમારાની ઘટનામાં પણ તેઓ હાજર થઈ ગયા હતા.

જ્યારે પોલીસ તેમને શોધી રહી છે, ત્યારે નેતાઓ તેમનો કોઈ સંપર્ક કરી રહ્યા નથી. કોંગ્રેસ છોડી ભાજપના ગયેલા નેતાઓ સંપર્ક કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના એક પણ નેતા સંપર્ક કરી રહ્યા નથી.