રાજકારણ@દેશ: કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે રાજીનામું આપવાની રજૂઆત, CM અને 2 ડેપ્યુટી CMની જાહેરાત થશે

મહાયુતિ સોમવારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 1 મુખ્યમંત્રી અને 2 ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.
 
રાજકારણ@દેશ: કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે રાજીનામું આપવાની રજૂઆત, CM અને 2 ડેપ્યુટી CMની જાહેરાત થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહારાષ્ટ્રમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. હવે નવી સરકારની રચના થવા જઈ રહી છે. તેનું કારણ એ છે કે આ દિવસે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, જો સરકાર નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું પડશે.

મહાયુતિ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 1 મુખ્યમંત્રી અને 2 ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. મહાયુતિ પક્ષોમાં દર 6-7 ધારાસભ્યો માટે એક મંત્રી પદની ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી છે. આ મુજબ ભાજપના 22-24, શિંદે જૂથના 10-12 અને અજીત જૂથના 8-10 ધારાસભ્યો મંત્રી બની શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું આપવાની ઓફર કરી છે. જો કે, પાર્ટીએ તેમને હાલમાં આ પદ પર ચાલુ રાખવા કહ્યું છે. નાના પટોલેએ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ વહેંચી હતી. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 16.1% હતો જે હવે ઘટીને 12.42% થઈ ગયો છે.