રાજકારણ@દેશ: મોદી સરકાર 3.0નું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ થશે

વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
 
રાજકારણ@દેશ: મોદી સરકાર 3.0નું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ થશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં મોદી સરકારનું બજેટ અવાર-નાવર જાહેર થતું હોય છે.  મોદી સરકાર 3.0નું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. બજેટસત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે.

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એને મંજૂરી આપી છે. આ બજેટ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ હશે. સરકારે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.


નિર્મલા 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે સતત સાતમી વખત આમ કરનાર દેશના પ્રથમ નાણામંત્રી બનશે. અગાઉ મોરારજી દેસાઈએ સતત છ બજેટ રજૂ કર્યા હતા. જોકે, મોરારજીએ વધુમાં વધુ 10 વખત બજેટ રજૂ કર્યું હતું. તેમના પછી પી. ચિદમ્બરમ અને પ્રણવ મુખર્જીએ 9 વખત બજેટ રજૂ કર્યું, યશવંત રાવ ચવ્હાણ, સીડી દેશમુખ અને યશવંત સિંહાએ 7 વખત બજેટ રજૂ કર્યું. મનમોહન સિંહ અને ટી. કૃષ્ણમાચારીએ 6 વખત બજેટ રજૂ કર્યું છે.