રાજકારણ@દેશ: 9 તારીખે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે, સંસદના સેન્ટ્રલ હોલમાં NDA સાંસદોની મીટિંગ

સંસદના સેન્ટ્રલ હોલમાં NDA સાંસદોની મીટિંગ
 
અડાલજમાં ભાજપના મહિલા મોરચાનુ રાષ્ટ્રિય અધિવેશન, મોદી હાજરી આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. નવી સરકાર બનવા જઈ રહી છે.  નેશનલ ડેમૉક્રેટિક એલાયન્સ (NDA)ના સંસદીય દળની બેઠક આજે સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. જેમાં સરકાર બનાવવાનો દાવો કરવામાં આવશે. આ ઉપરાંત એનડીએના સાંસદો વચ્ચે મંત્રાલયોની વહેંચણી પર પણ સર્વસંમતિ સાધવાના પ્રયાસો કરવામાં આવશે.

ન્યૂઝ એજન્સીના  સૂત્રોનું કહેવું છે કે 9 તારીખે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. તેઓ બુધવારે જ NDAના નેતા તરીકે ચૂંટાયા હતા. મોદીએ બુધવારે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું અને 17મી લોકસભાનું વિસર્જન કર્યું. જોકે, નવી સરકારના ગઠન સુધી મોદી કાર્યવાહક વડાપ્રધાન છે.


ગુરુવારે દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ હાજર હતા. બેઠકમાં નવી સરકારની રચના, કેબિનેટમાં ભાજપ અને તેના સહયોગીઓને સ્થાન આપવા અને શપથગ્રહણની તૈયારીઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાના અહેવાલ છે.


લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે. બહુમતીના આંકડા (272) કરતા આ 32 બેઠકો ઓછી છે. જો કે એનડીએ 293 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો. ભાજપ સિવાય NDA પાસે 14 સહયોગી પક્ષોના 53 સાંસદો છે. ચંદ્રાબાબુની ટીડીપી 16 બેઠકો સાથે ગઠબંધનમાં બીજા નંબરે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.